Share
કોરોનાની ત્રીજી લહેરનો ખતરો તોળાઈ રહ્યો છે ત્યારે ઈન્ડિયન મેડિકલ એસોસિયેશનની ગુજરાત બ્રાંચના તબીબોએ પર્યટન તેમજ ર્ધાિમક સ્થળોએ લોકોની ભીડને ચિંતાજનક ગણાવી છે, એટલું જ નહિ પરંતુ તબીબોના મતે સામાન્ય વાયરસ કરતાં ડેલ્ટા વેરિએન્ટથી ચેપ લાગવાની ક્ષમતા ૬૦થી ૮૦ ટકા વધારે છે, અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં લોકોની અવર-જવર થઈ રહી છે, જેના કારણે ડેલ્ટા વેરિએન્ટ આવી શકે તેવી ભીતિ તબીબોએ વ્યક્ત કરી છે.
ઈન્ડિયન મેડિકલ એસોસિયેશનની ગુજરાત બ્રાંચ સાથે સંકળાયેલા તબીબો કહે છે કે, ડેલ્ટા વેરિઅન્ટનો ખતરો સતત વધતો જાય છે, ઈન્ડિયન સાર્સ-કોવ-૨ જેનોમ્સના અહેવાલમાં ચિંતા વ્યક્ત કરાઈ છે કે, ડેલ્ટા વેરિએન્ટ ઝડપથી ફેલાઈ રહ્યો છે, તેના ફેલાવાની ઝડપ ૧૨૬૦ ગણી છે, નવા કેસોમાં ડેલ્ટા વેરિએન્ટનું પ્રમાણ ખૂબ વધારે છે. કોરોના વિરોધી રસી લીધી હોવા છતાં ડેલ્ટા વેરિએન્ટનો ચેપ લાગી શકે તેવી ભીતિ તબીબોએ વ્યક્ત કરી છે. એકંદરે ગુજરાતમાં સાવચેતી રાખવામાં આવે તે ખૂબ આવશ્યક છે. દેશના ૧૩ રાજ્યોમાં કોરોનાની ત્રીજી લહેરનો ખતરો છે, ૧૩ રાજ્યોમાં કોરોનાના એક્ટિવ કેસોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે, જેમાં કેરાલા, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, ઓરિસ્સા, તામિલનાડુ અને પિૃમ બંગાળ જેવા રાજ્યો સામેલ છે. તબીબોના મતે રસીકરણ ખૂબ જરૃરી છે, એ સિવાય કોઈ ઉપાય નથી, રસી લીધા પછી માની લો કે કોરોના થાય તો વધુ ઘાતક સાબિત નહિ થાય.
ડેલ્ટા વેરિઅન્ટનું ડેન્જર, લોકોની ભીડ ભ્રમણામાં, સરકાર હજુ શમણાંમાં !
ડેલ્ટા વેરિયન્ટનું જોખમ હજુ હટયું નથી. નિષ્ણાતો દ્રઢપણે માને છે કે આ વેરિયન્ટના સંક્રમણની ગતિ અને પ્રમાણ બંને ભયજનક છે. છતાં સરકાર હજુ શમણાંમાં જ હોય તેમ લાગે છે. કારણ કે, સામાજિક અને આર્િથક પ્રવૃત્તિને વેગ આપવા કોરોનાકાળના નિયંત્રણો હટી રહ્યાં છે. લોકો પણ આવનારા જોખમ વિષે ભ્રમણામાં હોય તેમ એસટી બસ સ્ટેશનથી માંડી બધે જ ભીડ ઉમટે છે. આ સંજોગોમાં હવેના દિવસો ચિંતાજનક રહે તો નવાઈ નહીં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને
પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન
Related Articles
July 24, 2021