Share
કેબિનેટ વિસ્તરણ બાદ નરેન્દ્ર મોદી સરકારના યુવા મંત્રીઓને મહત્વપૂર્ણ કેબિનેટમાં એન્ટ્રી મળી છે. આ સમિતિઓને સોમવારના ફરી ગઠિત કરવામાં આવી છે. પર્યાવરણ અને શ્રમ મંત્રી ભપેન્દ્ર યાદવને રાજકીય મુદ્દાઓની તમામ મહત્વપૂર્ણ કેબિનેટ સમિતિ (CCPA)માં પોર્ટ મંત્રી સર્વાનંદ સોનોવાલ, સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા અને ગ્રામીણ વિકાસ મંત્રી ગિરિરાજ સિંહની સાથે સામેલ કરવામાં આવ્યા છે.
આ તમામને પહેલીવાર CCPAમાં સામેલ કરવામાં આવ્યા છે. યાદવ અને સોનોવાલની પહેલા જે નેતા આ વિભાગોમાં મંત્રી રહ્યા તેઓ પોત-પોતાના મંત્રાલયોમાં CCPAનો ભાગ નહોતા. મહિલા તેમજ બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની પણ પહેલીવાર CCPAમાં સામેલ થશે. આદિજાતિ બાબતોના મંત્રી અર્જુન મુંડા, કાયદા મંત્રી કિરેન રિજિજુ અને માહિતી અને પ્રસારણ અને રમત મંત્રી અનુરાગ ઠાકુરને પ્રથમ વખત સંસદીય બાબતોની કેબિનેટ સમિતિના સભ્યો તરીકે સામેલ કરવામાં આવ્યા છે. આ સમિતિમાં રિજિજુ, રવિશંકર પ્રસાદ અને ઠાકુર પ્રકાશ જાવડેકરની જગ્યાએ છે.
કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગહેલોતની જગ્યાએ આવેલા સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી વિરેન્દ્ર કુમારને CCPAમાં સામેલ કરવામાં આવ્યા છે. નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને પણ રોકાણ અને વિકાસની કેબિનેટ સમિતિમાં સામેલ કરવામાં આવ્યા છે. જ્યારે તે જ મંત્રાલયમાં તેમના પૂર્વગામી મંત્રી આ સમિતિનો ભાગ નહોતા. રેલવે, આઇટી અને ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવ અને MSME મંત્રી નારાયણ રાણેને પણ આ સમિતિમાં સામેલ કરવામાં આવ્યા છે, જો કે તેમના પુરોગામી મંત્રી પણ તેનો ભાગ હતા.
રોજગાર અને કૌશલ્ય વિકાસ માટેની કેબિનેટ સમિતિમાં ભૂપેન્દ્ર યાદવ અને અશ્વિની વૈષ્ણવને પણ સામેલ કરવામાં આવ્યા છે, જ્યારે JDUના સ્ટીલ મંત્રી આર.સી.પી. સિંહને ‘વિશેષ આમંત્રિત’ તરીકે શામેલ કરવામાં આવ્યા છે. સંસ્કૃતિ અને પર્યટન મંત્રી જી. કિશન રેડ્ડીને પણ આ સમિતિમાં ‘વિશેષ આમંત્રિત’ તરીકે સામેલ કરવામાં આવ્યા છે, જ્યારે સ્મૃતિ ઈરાની અને પ્રહલાદ પટેલ હવે પહેલાંની જેમ આ સમિતિમાં ‘વિશેષ આમંત્રિત’ રહેશે નહીં. મંત્રીમંડળની બહાર થયા બાદ રવિશંકર પ્રસાદ અને પ્રકાશ જાવડેકરને ઘણી કેબિનેટ સમિતિઓમાંથી હટાવવામાં આવ્યા છે, જ્યારે હર્ષવર્ધન અને સદાનંદ ગૌડા હજી પણ કેટલીક સમિતિઓમાં બાકી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને
પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન
Photo Gallery