comparemela.com


Affidavit Of The Victim In The First Case Of Love Jihad I Had Only Complained Of Torture Against My Husband
વડોદરા લવ-જેહાદ કેસ:લવ-જેહાદના પ્રથમ કેસમાં પીડિતાનું સોગંદનામું- મેં તો પતિ વિરુદ્ધ માત્ર ત્રાસની ફરિયાદ કરી હતી
વડોદરા11 કલાક પહેલા
કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર.
સરકારી વકીલે કહ્યું, ફરિયાદ અને સોગંદનામામાં યુવતીની સહી જુદી જુદી
દબાણથી સોગંદનામું થયાની દલીલ : સોમવારે સમીરની જામીન અરજીનો ચુકાદો
વડોદરામાં નોંધાયેલા રાજ્યના પ્રથમ લવ-જેહાદ કેસના આરોપી સમીર કુરેશીએ અદાલતમાં જામીન અરજી દાખલ કરતાં ફરિયાદી મહિલાએ સોગંદનામું રજૂ કરી તેણે માત્ર પતિ વિરુદ્ધ શારીરિક-માનસિક ત્રાસની ફરિયાદ આપી હોવાનું જણાવી તેની વિરુદ્ધ ખોટી ફરિયાદ દાખલ થઈ હોવાનું જણાવતાં ચકચાર મચી છે. જામીન અરજીની સુનાવણીમાં બન્ને પક્ષે દલીલો પૂરી થતાં ન્યાયાધીશે જામીન અરજીનો ચુકાદો સોમવારે આપવાનું ઠરાવ્યું હતું.
લવ-જેહાદ કેસમાં પોલીસે સમીર કુરેશીની ધરપકડ કર્યા બાદ તેણે એડવોકેટ રોહિત શાહ મારફત અદાલતમાં જામીન અરજી મૂકી હતી. એની સુનાવણીમાં ગઇકાલે સમીર કુરેશીની પત્ની (ફરિયાદી)એ કોર્ટમાં સોગંદનામુ રજૂ કરી પતિ સામે ખોટી ફરિયાદ દાખલ થઇ હોવાનું જણાવ્યું હતું. અરજદારના વકીલે રજૂઆત કરી હતી કે જો છળકપટથી લગ્ન કરાયા હોય તો લવ-જેહાદનો ગુનો દાખલ થઇ શકે, આ કેસમાં અરજદાર મુસ્લિમ છે એ બાબત યુવતી તેમજ તેનાં માતા-પિતા પહેલાંથી સારી રીતે જાણતાં હતાં. સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ નોંધાયેલા લગ્નમાં યુવતીનાં માતા-પિતાએ સાક્ષી તરીકે સહી કરી છે.
સમીરે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં પોતાનું મુસ્લિમ નામ લખેલું છે. લગ્નના 4 મહિના બાદ ફરિયાદ દાખલ કરાઈ છે ત્યારે જામીન અરજી મંજૂર કરવી જોઈએ. જ્યારે સરકાર તરફીથી મુખ્ય સરકારી વકીલ અનિલ દેસાઇ હાજર રહ્યા હતા અને તેમણે રજૂઆત કરી હતી કે ફરિયાદમાં ફરિયાદીએ કરેલા સોગંદનામામાં સહી અલગ-અલગ છે. સોગંદનામામાં જામીન અરજી દાખલ થઇ એ પહેલાંની તારીખ છે, એટલે દબાણથી સોગંદનામું થયું હોવાનું જણાય છે. ફરિયાદીએ 164 મુજબ આપેલું નિવેદન પોલીસ ફરિયાદને સમર્થન આપે છે.
કપટથી થતા લગ્ન અટકાવવા માટે કાયદો બનાવવામાં આવ્યો છે ત્યારે અરજદારની અરજી નામંજૂર કરવી જોઇએ. ન્યાયાધીશે બંને પક્ષની રજૂઆત સાંભળ્યા બાદ જામીન અરજીનો ચુકાદો સોમવારે આપવાનું ઠરાવ્યું હતું.
ફરિયાદીએ સોગંદનામામાં રજૂ કરેલા મુખ્ય મુદ્દાઓ
ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં સેમ માર્ટિનની સાથે સમીર કુરેશી નામ લખેલું છે એટલે તેણે મુસ્લિમ હોવાની વાત છુપાવી નથી.
લગ્ન પહેલાં શરીર સંબંધ મારી મરજીથી હતા અને સમીર 21 વર્ષનો થતાં તેની સાથે લગ્ન કર્યા હતા. બળજબરીથી સંબંધની વાત ખોટી છે.
સમીર મુસ્લિમ હોવાની બાબત માતા-પિતા સહિત તમામ જાણતાં હતાં. મેં માત્ર ત્રાસની ફરિયાદ કરી હતી અને FIR હાથમાં આવતાં હું ચોંકી ગઇ છું. મેં કદી મારા પતિ સામે ગંદા આક્ષેપ કર્યા નથી.
હું પતિ સાથે રહેવા માગું છું અને તેની સામે ખોટી કલમો હેઠળ ગુનો દાખલ કરાયો છે એ દૂર કરો. પતિ નહીં છૂટે તો ઘરસંસાર વિખેરાઇ જશે. અમે એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ. આ સોગંદનામું ધાકધમકી કે દબાણ વગર કર્યું છે.
જામીન અપાશે તો સાક્ષી ફોડશે : તપાસ અધિકારી
સમીર કુરેશીએ જામીન અરજી મૂકતાં તપાસ અધિકારીએ કોર્ટમાં સોગંદનામું રજૂ કરી અરજદારની અરજી નામંજૂર કરવા માટેની રજૂઆત કરી હતી.
અરજદાર સામે ગંભીર ગુનો છે અને જો જામીન આપવામાં આવશે તો શામ દામ દંડ ભેદથી સાક્ષીઓને ફોડી નાખશે અને એને કારણે કેસને નુકસાન થશે.
આ કેસમાં હાલ સહઆરોપીઓ નાસતા ફરે છે, જેમાં અરજદારનાં માતા-પિતા અને સબંધીઓ છે. જો અરજદારની જામીન અરજી મંજૂર કરવામાં આવશે તો તેમને ભગાડવામાં અરજદાર મદદગારી કરશે.
અરજદારે ધર્મપરિવર્તન અને એટ્રોસિટી સહિતની એક્ટ હેઠળ ગંભીર ગુનો આચર્યો છે અને જો તેને જામીન અપાશે તો તે ફરીથી ગુનાઓ આચરશે.
ફતેગંજ લવ-જેહાદ કેસમાં 1 દિવસના રિમાન્ડ
ફતેગંજ પોલીસ મથકમાં 20 વર્ષની હિન્દુ યુવતીને ઇમોશનલ ટોર્ચર કરી દુષ્કર્મ આચરનાર નાગરવાડા શાક માર્કેટ નજીક રહેતા સોહિલ શેખને પોલીસ દ્વારા અદાલતમાં રજૂ કરીને 1 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા અને જે સ્થળે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું એ સ્થળે તપાસ કરવા ઉપરાંત અન્ય મુદ્દાની તપાસ શરૂ કરવામાં આવી હતી. બીજી તરફ ગુરુવારના રોજ પીડિતાનું 164 મુજબનું નિવેદન લેવામાં આવ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...

Related Keywords

Vadodara ,Gujarat ,India ,Samir Muslim ,Samir Qureshi , ,Advocater Shah ,Love Jihad ,Special Marriage Act ,Anil Desai ,Samir December ,வதோதரா ,குஜராத் ,இந்தியா ,சமீர் கரிஶி ,காதல் ஜிஹாத் ,சிறப்பு திருமணம் நாடகம் ,அனில் தேசாய் ,

© 2025 Vimarsana

comparemela.com © 2020. All Rights Reserved.