A Nasty Clip Of The Minister Of State Was Played In Anjar
વર્ચ્યુઅલ મિટિંગમાં વિવાદ:અંજારમાં ભાજપની કારોબારી મિટિંગમાં જિલ્લા પ્રમુખની સ્પીચ વખતે જ રાજ્યમંત્રી વાસણ આહીરની બિભત્સ ક્લિપ વાગી
અંજાર5 કલાક પહેલા
કૉપી લિંક
રાજયમંત્રી વાસણભાઇ આહીરની ફાઇલ તસવીર
ભાજપની જિલ્લા કારોબારીમાં અધ્યક્ષના વક્તવ્ય વચ્ચે જ માઇક પર ક્લિપ વગાડાઈ
અંજારમાં જિલ્લા ભાજપની કારોબારીની વર્ચ્યુઅલ મિટિંગ દરમ્યાન જિલ્લા પ્રમુખની સ્પીચના સમયે જ રાજયમંત્રી વાસણભાઇ આહીરની વિવાદિત બિભસ્ત કલીપ માઇક પર ચાલુ કરી મુકવામાં આવતા સૌ કોઈ ક્ષોભમાં મુકાયા હતા અને જિલ્લા પ્રમુખે પણ થોડીવાર માટે પોતાની સ્પીચ બંધ કરી નાખી હતી.
આધેડે માઇક પાસે મોબાઇલ ચાલુ કરી મૂક્યો
આ અંગે સૂત્રો મારફતે મળતી માહિતી મુજબ શનિવારે બપોરે 3 વાગ્યે શહેરના રઘુનાથજી મંદિરમાં જિલ્લા ભાજપ દ્વારા આયોજિત ઓનલાઇન વર્ચ્યુઅલ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા ભાજપના મોવાડીઓ ઉપરાંત જિલ્લાના તમામ તાલુકાના ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ જોડાયેલા હતા. આ મિટિંગ દરમ્યાન બપોરે અંદાજિત 3-30 વાગ્યાના આસપાસ જિલ્લા ભાજપના પ્રમુખ કેશુભાઈ પટેલની સ્પીચ ચાલી રહી હતી. જે દરમ્યાન અંજારના પૂર્વ કાઉન્સિલર અને હાલે જિલ્લા ભાજપની કારોબારીમાં સભ્યપદ ધરાવતા એક આધેડ ઉંમરના અગ્રણીએ માઇક પાસે પોતાનો મોબાઇલ રાખી દીધો હતો. જેના કારણે અચાનક રાજયમંત્રી વાસણભાઇ આહીરની થોડા સમય પહેલા વાયરલ થયેલી ઓડિયો કલીપ શરૂ થઈ ગઈ હતી.
એક મિનિટ સુધી ક્લિપ વાગી
જિલ્લા ભાજપના પ્રમુખે પોતાની સ્પીચને થોડી વાર માટે અટકાવી દીધી હતી. ચાલુ મિટિંગમાં અચાનક ચાલુ થયેલી કલીપ લગાતાર એક મિનિટ સુધી ચાલુ જ રહી હતી. તો બીજી તરફ આ ઘટના સંદર્ભે જેના સામે આંગળી ચીંધવામાં આવી રહી છે તેવા પ્રકાશભાઈ કોડરાણી સંપર્ક સાધવાનો પ્રયત્ન કરાયો હતો પરંતુ તેમનો ટેલિફોનિક સંપર્ક થઈ શક્યો ન હતો.
કલીપ બંધ કરતા ન આવડ્યું
જિલ્લા ભાજપના કારોબારી સભ્યોએ માઇક પાસે જ મોબાઈલ રાખ્યો હોવાથી તેમાં અચાનક વાસણભાઇની બિભસ્ત કલીપ ચાલુ થઈ ગઈ હતી. જેના કારણે ભૂલ કરનાર વ્યક્તિએ મોબાઈલ બંધ કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ ચાલુ થયેલી કલીપ બંધ કરતા ન આવડતું હોવાથી સતત એકાદ મિનિટ સુધી કલીપ માઇક પર જ ચાલુ રહી હતી.
વાસણભાઇનું પત્તુ કાપવા ખેલ કરાયો
આગામી 2022માં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. જેમાં વાસણભાઇનું પત્તુ કપાઈ જાય તે માટે જાણી જોઈને જિલ્લા ભાજપની કારોબારી મિટિંગમાં બધે સાંભળી શકે તે માટે આ કલીપ ચાલુ કરાઈ હોવાની વાતો પણ શહેરમાં સાંભળવા મળી હતી. હકીકત જે હોય તે પણ એક જ પક્ષમાં રહી પોતાના નેતાની કલીપો જાહેરમાં માઇક પર ચાલુ કરી દેવાતા સૌ કોઈએ આ બનાવને વખોડયો પણ હતો.
અન્ય સમાચારો પણ છે...