comparemela.com


A Fire At Nasir's Kovid Hospital Killed 44 People And Injured 67; The Possibility Of This Accident Being Caused By An Explosion In The Oxygen Cylinder
ઇરાકમાં ભયાનક દુર્ઘટના:કોવિડ હોસ્પિટલમાં આગ લાગતાં 64 લોકોનાં મોત, 100 ઇજાગ્રસ્ત; ઓક્સિજન-સિલિન્ડરમાં બ્લાસ્ટ થતાં દુર્ઘટના ઘટી હોવાની સંભાવના
નસીરિયા15 કલાક પહેલા
કૉપી લિંક
કોવિડ વોર્ડમાં ઓક્સિજન-ટેન્કમાં વિસ્ફોટથી વિકરાળ આગ ફેલાઈ હતી
હોસ્પિટલના સિક્યોરિટી મેનેજરોને સસ્પેન્ડ કરીને ધરપકડ કરવાના આદેશ અપાયા
ઇરાકના દક્ષિણ શહેર નસીરિયાની અલ-હુસૈન કોવિડ હોસ્પિટલમાં ભીષણ આગ ભભૂકી ઊઠી હતી. આગમાં 2 આરોગ્યકર્મચારી સહિત 64 લોકોનાં મોત નીપજ્યાં અને 100 લોકો ઘાયલ થયા હતા. આગને કાબૂમાં લેવામાં આવી છે. કોવિડ વોર્ડમાં ઓક્સિજન-ટેન્કમાં વિસ્ફોટથી આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
આ નવો વોર્ડ ત્રણ મહિના પહેલા જ ચાલુ કરાયો હતો.
આ ઘટના બાદ વડાપ્રધાન મુસ્તફા અલ-કદમીએ વરિષ્ઠ પ્રધાનોની બેઠક બોલાવી છે, જેમાં નસીરિયા હોસ્પિટલના સિક્યોરિટી મેનેજરોને સસ્પેન્ડ કરીને ધરપકડ કરવા આદેશ આપવામાં આવ્યા છે.
હોસ્પિટલમાં લાગેલી ભીષણ આગમાં 44 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે 67 લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
મૃત્યુઆંક વધી શકે છે
અકસ્માત દરમિયાન આરોગ્યકર્મચારીઓએ કોવિડ હોસ્પિટલમાંથી સળગતા મૃતદેહોને બહાર કાઢ્યા હતા, જ્યારે ધુમાડાને કારણે ઘણા દર્દીઓ ઉધરસ ખાતા હતા. આ અકસ્માતની તપાસ શરૂ કરી દેવામાં આવી છે, જેથી આગ લાગવાનું કારણ જાણી શકાય. ઘણા લોકો લાપતા થયા હોવાનું જણાવાયું હોવાથી મૃત્યુઆંક વધી શકે છે.
અગાઉ પણ આગને કારણે 82 લોકોનાં મોત નીપજ્યાં હતાં
એપ્રિલની શરૂઆતમાં બગદાદની કોરોના હોસ્પિટલમાં આગ ફાટી નીકળી હતી, જેમાં 82 લોકોનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે 110 લોકો ઘાયલ થયા હતા. યુદ્ધ અને પ્રતિબંધો દ્વારા પહેલેથી જ નષ્ટ થઈ ચૂકેલા ઇરાકના આરોગ્ય વિભાગને કોરોના વાયરસ સામે લડવા માટે પહેલેથી જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અહીં અત્યારસુધીમાં આ મહામારીને કારણે 14.38 લાખથી વધુ લોકોને સંક્રમણ લાગ્યું છે, જ્યારે17,592 લોકો મૃત્યુ પામ્યા છે.
પોતાનાઓને શોધવા માટે પરિવારજનોએ ભારે મથામણ કરી હ
ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરીને ઘટના સંબંધિત રિપોર્ટ 48 કલાકમાં સબમિટ કરવાનું કહેવામાં આવ્યું છે.
મોટી સંખ્યામાં મૃતદેહો જોઈ બધા સ્તબ્ધ થઈ ગયા હતા.
ઘણા દર્દીઓઓ હજુ ગુમ છે, જેમની શોધ કરાઈ રહી છે.
અન્ય સમાચારો પણ છે...

Related Keywords

Iraq , ,Hospital Fire ,Hospital Security ,Iraq South ,Prime Minister Senior ,இராக் ,மருத்துவமனை தீ ,மருத்துவமனை பாதுகாப்பு ,

© 2025 Vimarsana

comparemela.com © 2020. All Rights Reserved.