comparemela.com


A 6 year old Son Was Killed In An Affair Between Sister in law And Mother in law
આડાસંબંધની આડમાં માસૂમનો ભોગ:વિરમગામના જાલમપુર ગામે ભાભી-દિયર વચ્ચેના આડા સંબંધનો ભાંડો ન ફૂટે તેથી સગી માતાએ કાકા સાથે મળી 6 વર્ષના પુત્રની હત્યા કરી
વિરમગામ5 કલાક પહેલા
કૉપી લિંક
પોલીસે બંને આરોપીની ધરપકડ કરી હતી. તસવીર જયદીપ પાઠક
ગુમ બાળકોને શોધવાની ડ્રાઇવમાં અઢી વર્ષ જૂનો હત્યાનો બનાવ બહાર આ‌વ્યો, બંને આરોપીની ધરપકડ
હત્યા કરી બાળકના મૃતદેહને સ‌ળગાવી દેવામાં આવ્યો હતો
ગુનેગાર ગમે તેટલું છુપાવે પરંતુ પાપ છાપરે ચડીને પોકારે, એ ઉક્તિ ફરી વાર સાચી પુરવાર થઈ છે. વિરમગામ તાલુકાના જાલમપુર ગામમાં કોઈ ક્રાઇમ થ્રિલર ફિલ્મની પટકથા જેવી ઘટનાનો અઢી વર્ષ પછી પર્દાફાશ થયો છે. સપ્ટેમ્બર, 2018માં ગુમ થયેલા 6 વર્ષના માસૂમ બાળકની તેની જ માતાએ દિયર સાથે મળીને ઠંડા કલેજે હત્યા કરી મૃતદેહ સગેવગે કર્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે બંને દિયર-ભાભીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ગુમ થયેલાં બાળકો શોધી કાઢવાની ડ્રાઇવમાં બહાર આવેલા હત્યાના ગંભીર ગુનાની પ્રાપ્ત માહિતી અનુસાર જાલમપુરમાં રહેતા નવઘણભાઈ કોદાભાઈ કો. પટેલનો 6 વર્ષીય પૌત્ર હાર્દિક 28 સપ્ટેમ્બર, 2018એ ઘર આંગણેથી ગુમ થયો હતો. ઘણી શોધખોળ કરવા છતાં હાર્દિકની ભાળ ન મળતાં તેમણે વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. કેસની તપાસ દરમિયાન પોલીસને ચોંકાવનારી માહિતી મળી હતી. તે પ્રમાણે નવઘણભાઈ પત્ની પાર્વતીબહેન, મોટો પુત્ર જગદીશ, તેની પત્ની જોસના, બંનેનાં સંતાનો હાર્દિક અને 3 વર્ષીય પુત્રી શ્રદ્ધા તથા અપરીણિત નાનો પુત્ર રમેશ ઉર્ફ કટો સંયુક્ત કુટુંબમાં રહેતા હતા.
28 સપ્ટેમ્બર, 2018એ જગદીશભાઈ ખેતરે ખેતીકામ કરવા ગયા હતા. પાર્વતીબહેન સામાજિક કામ અર્થે વસવેલિયા ગયાં હતાં. રમેશ વિરમગામ નોકરીએ ગયો હતો જ્યારે જોસના પુત્રી શ્રદ્ધાને લઈને તળાવે કપડાં ધોવા ગઈ હતી. ઘરમાં નવઘણભાઈ અને હાર્દિક જ હતા. દાદી પાર્વતીબહેને પૌત્ર હાર્દિકને ચોકલેટ ખાવા માટે 2 રૂપિયા આપ્યા હોવાથી તે નજીકમાં આવેલી બુટાભાઈ કો.પટેલની કરિયાણાની દુકાને ચોકલેટ લેવા ગયો હતો.
ક્યાંય દીકરો મળ્યો નહીં
નવઘણભાઈ ઘરમાંથી બહાર આવ્યા ત્યારે હાર્દિક જોવા ન મળતાં તેમણે આસપાસ તપાસ કરી હતી, પરંતુ ક્યાંય પતો ન લાગતાં તેમણે રમેશને ફોન કરી ઘટનાની જાણ કરી હતી. આખા ગામમાં તપાસ કરવા છતાં હાર્દિકની ભાળ ન મળતાં આખરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કરેલી તપાસમાં બહાર આ‌વ્યું હતું કે હાર્દિકની માતા જોસનાને દિયર રમેશ સાથે આડા સંબંધો હતા. હાર્દિક માતા અને કાકાને જોઈ ગયો હતો. આથી, પરિવાર અને ગામના લોકોને આડા સંબંધની જાણ થઈ જશે, તેવી બીકે બંનેએ હાર્દિકનું અપરહરણ કરી મારી નાખવા ષડ્યંત્ર રચ્યું હતું.
હત્યા બાદ મૃતદેહ સળગાવી દીધો હતો
કાવતરા પ્રમાણે 28 સપ્ટેમ્બર, 2018એ બંને હાર્દિકને ખેતરમાં ઉઠાવી ગયાં હતાં. અને કાકા રમેશે માસૂમ હાર્દિકનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધો હતો અને બાજુના ખરાબાની બાવળવાળી જગ્યામાં હાર્દિકનો મૃતદેહ સળગાવી દીધો હતો. બાદમાં મૃતદેહના અવશેશોને માટી અને રાખ સાથે કોથળામાં ભરી રેતીના ઢગલામાં દાટી દીધા હતા. ત્યાર બાદ રમેશ વિરમગામ નોકરીએ જતો રહ્યો હતો જ્યારે જોસના ઘરે જતી રહી હતી. બીજા દિવસે વહેલી સવારે રમેશે કોથળો કાઢીને બાજુમાં આવેલી ગટરમાં નાખી પુરાવાનો નાશ કર્યો હતો.
આરોપીઓને રિમાન્ડ પર મોકલ્યાં
પોલીસે આરોપી રમેશ ઉર્ફે કટો નવઘણભાઈ કો.પટેલ તથા જોસના જગદીશભાઈ કો.પટેલને ઝડપી લીધા હતા. આરોપીઓ હાલ પોલીસ રીમાન્ડ ઉપર છે. તેમજ આરોપીઓ વિરુદ્ધ IPC કલમ 302, 201, 120 (બી), 114 મજુબ કલમ વધારો કરવા કાર્યવાહી કરવામા આવેલ છે. આ ગુનાની તપાસ યુ.બી.ધાખડા પો.ઇન્સ. એ.એચ.ટી.યુ.શાખા અમદાવાદ ગ્રામ્ય નાઓ સંભાળી રહેલ છે. ઉપરોકત કામગીરીમા મદદનીશ પોલીસ અધીક્ષક ડો. લવીના સિન્હા, પો.ઇન્સ. યુ.બી.ધાખડા એ.એચ.ટી.ય. શાખા,પો.ઇન્સ.. એમ.એ. વાઘેલા.વિરમગામ ટાઉન, પો.સબ.ઇન્સ. જે.એમ.પટેલ વિરમગામ ટાઉન,પો.સબ.ઇન્સ. વી.એ.શેખ વિરમગામ રૂરલ,એ.એસ.આઇ. સરુેશભાઇ દેવજીભાઇ,એ.એસ.આઇ. અસરફભાઇ દાઉદભાઇ ,અ.હે.કો. રમેશભાઇ ગણેશભાઇ અ.હે.કો. નરેન્દ્રવસિંહ ખોડાભાઇ,અ.હે.કો. જીતવુસિંહ અજમલસીંહ વગેરે એ સફળ કામગીરી કરી હતી. જે તે સમયે બનેલા ધૃણાસ્પદ બનાવને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી હતી.
અન્ય સમાચારો પણ છે...

Related Keywords

Viramgam ,Gujarat ,India ,Shri Jagdish ,Jaideep Pathak , ,Viramgam Village ,Image Jaideep Pathak ,விரம்காம் ,குஜராத் ,இந்தியா ,திரு ஜெகதீஷ் ,

© 2025 Vimarsana

comparemela.com © 2020. All Rights Reserved.