comparemela.com


Share
ઉત્તર પ્રદેશના બરેલીમાં ચોરીના શકમાં 5 બાળકોને બંધક બનાવીને તાલિબાની સજા આપવામાં આવી છે. બાળકોને રસ્સી બાંધીને ચાબૂકથી મારવામાં આવ્યા. એટલું જ નહીં ડેરી સંચાલકોએ પોતાના સાથીઓની સાથે મળીને બાળકોને કરંટ પણ લગાવ્યો. ઉલ્લેખનીય છે કે બરાદરી પોલીસ સ્ટેશનના ગંગાપુર વિસ્તારમાં અનવેશ કુમાર યાદવ ડેરી ચલાવે છે. ગઈકાલે 30 હજાર રૂપિયાનો મોબાઈલ ચોરી થઈ ગયો.
ત્યારબાદ ડેરી સંચાલકે પાડોશમાં રહેનારા બાળકોનું અપહરણ કરાવ્યું અને પછી તેમને માર મારવામાં આવ્યો. બાળકોનો આરોપ છે કે રસ્સીથી બાંધીને તેમને ચાબૂકથી મારવામાં આવ્યા અને કંરટ આપવામાં આવ્યો. આ દરમિયાન પરિવારના લોકોને ઘટનાની જાણકારી મળી તો પરિવારે ડેરી પર હુમલો કર્યો અને પોલીસને સૂચના આપી. ઘટનાસ્થળ પર પોલીસે ડેરી સંચાલકની પકડમાંથી બાળકોને મુક્ત કરાવ્યા અને તેમનું જિલ્લા હૉસ્પિટલમાં મેડિકલ કરાવ્યું.
સગીરે પોલીસને સમગ્ર ઘટનાક્રમ વિશે જણાવતા કહ્યું કે, રાત્રે અવધેશ તેને લઈ ગયો તો લઈ જતા જ મારઝૂડ શરૂ કરી દીધી. મોબાઇલ ચોરીનો આરોપ લગાવ્યો, ચોરીથી ઇનકાર કર્યો તો બંધક બનાવી લીધો. ત્યારબાદ ચાબૂકથી મારઝૂડ કરવામાં આવી અને કરંટ લગાવ્યો, લાતોથી માર્યો. બાળકોએ પીવાનું પાણી માંગ્યું અને પાણી પણ ના આપ્યું. આ મામલે બારાદરી પોલીસ સ્ટેશનમાં અવનેશ યાદવ, તેમની પત્ની શબાનાની સાથે તેમના કાકા, બનેવી, સંજય ખંડેલવાલ તેમજ મુકેશ કાલિયા સહિત 6 લોકોની વિરુદ્ધ કેસ નોંધાયો છે. એસપી સિટી રવિન્દ્ર કુમારે જણાવ્યું કે, આરોપીઓની ધરપકડ માટે પોલીસની ટીમો લગાવી દીધી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને
પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન
TRENDING NOW
52208
Views
28040
Views
23760
Views
16828
Views

Related Keywords

India , ,Etisalat ,North Region ,District Hospital Medical ,Station Yadav ,Daily Kumar ,இந்தியா ,வடக்கு பகுதி ,

© 2024 Vimarsana

comparemela.com © 2020. All Rights Reserved.