Share
ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રાને રાજ્ય સરકારે શરતી મંજૂરી આપી દીધી છે. હવે કોવિડ ગાઇડલાઇનના નિયમો અને ભક્તો વગરની રથયાત્રાની પરવાનગી રાજ્ય સરકારે આપી છે. આજે જમાલપુર સ્થિત મંદિરમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામની નેત્રોત્સવ વિધિ કરવામાં આવી રહી છે. ભગવાન જગન્નાથજીના મંદિર અને પ્રસાદ વિશે અનેક માન્યતા અને મહત્વ ધરા છે. આજે અમે તમને તેમના માલપુઆની પ્રસાદી વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
જગન્નાથ મંદિરમાંવર્ષોથી જગન્નાથ મંદિરમાં માલપુવા, ગાંઠિયા અને બુંદીની પ્રસાદી આપવામાં આવે છે. પરંતુ શું તમારા મનમાં એક સવાલ ઉદભવતો હશે કે નિજ મંદરે માલપુઆની પ્રસાદી કેમ આપવામાં આવે છે તે આજે અમે તમને જણાવી રહ્યા છીએ.
Photo Gallery
અમદાવાદમાં પ્રભુ જગન્નાથજીના ધામમાં ભક્તોને કાળી રોટી-ધોળી દાળનો પ્રસાદ આપવામાં આવે છે. વર્ષોથી ચાલી આવતી પરંપરાને આજે પણ નિજ મંદિરમાં નિભાવી રહ્યા છે. જગન્નાથ મંદિરના મહંત નરસિંહદાજીએ કાળી રોટી ધોળી દાળનો પ્રસાદ આપવાની શરૂઆત કરી હતી. જેની પાછળનો મુખ્ય હેતુ ગરીબોને સાત્વિક ભોજન કરાવવાનો હતો. કાળી રોટી એટલે માલપુવા અને ધોળી દાળ એટલે દૂધપાક આજે પણ નિજ મંદિરે આવતા ભક્તોને માલપુઆનો પ્રસાદ આપવામાં આવી રહ્યો છે. ભગવાન જગન્નાથ મંદિરમાં રથયાત્રાની તૈયારીને લઈ ભક્તનો ભારે ભીડ રહે છે. અને મંદિરે આવતા લોકો કાળી રોટી અને ધોળી દાળનો પ્રસાદ આરોગે છે. અને ભક્તોને ઘરે લઈ જવા માટે પણ માલપુઆ, બુંદી અને ગાંઠીયાનો પ્રસાદ આપવામાં આવે છે.
માલપુવા પ્રસાદીની પાછળ પણ એક રોચક કથા છે. અમદાવાદમાં આવેલા ગીતા મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. અને પ્રાણપતિષ્ઠા મહોત્સવમાં દુરદુરથી ભક્તો આવ્યા હતા. તેની જાણ મહંત નરસિંહદાજીને થઈ હતી. આ ભક્તો ભુખ્યા જાય તે નરસિંહદાસને મંજુર ન હતુ અને રસોયાને આજ્ઞા કરી રસોઈ બનાવાની અને એક પણ ભક્ત ભુખ્યો ન જવો જોઈએ. ત્યારે રસોયાએ માલપુવા, બુંદી અને ગાંઠીયા બનાવ્યા અને ભક્તો સુધી પહોચાડવામાં આવ્યા હતા. ત્યારથી લઇ આજે પણ નિજ મંદિરે આવતા ભક્તોને માલપુઆ, ગાંઠીયા અને બુંદીનો પ્રસાદ આપવામાં આવે છે. અને ભક્તો પણ આ પ્રસાદ આરોગી જીવનની ધન્યતા અનુભવે છે.
રથાયત્રામાં ભંડારાનો અનોખો મહિમા હોય છે.
રથાયત્રામાં ભંડારાનો અનોખો મહિમા હોય છે. કાળી રોટી અને ધોળી દાળનો પ્રસાદ લેવા માટે ભક્તો દૂર દૂરથી આવે છે. જોકે આ વખતે સાધુ સંતો માટે જ ભંડારો રાખવામાં આવ્યો છે.. ભંડારાને લઇને અત્યારથી જ તૈયારીઓ હાથ ધરાઇ છે. માલપુડાનો પ્રસાદ તૈયાર થઇ રહ્યો છે.. રથયાત્રાને લઇને અનોખો ઉત્સાહ હોય છે..
આજે ભગવાન જગન્નાથ નિજમંદિર પરત ફરતાં ઉત્સવ અને આનંદનો ઉત્સાહ મંદિરે જોવા મળી રહ્યો છે. આજે મંદિરમાં સાધુ-સંતોનો ભંડારો યોજાવાનો છે. વહેલી સવારથી ભંડારાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભંડારામાં કાળી રોટી(માલપૂઆ) અને ધોળી દાળ (દૂધપાક)નો પ્રસાદ આપવામાં આવે છે. સવારથી મંદિરના રસોડામાં 500 લિટર દૂધનો દૂધપાક બનાવવામા આવ્યો છે. ચણાનું શાક, પૂરી અને માલપૂઆ બનાવવામાં આવી રહ્યાં છે. આજે 100થી વધુ સાધુ-સંતો ભગવાનના ભંડારામાં પ્રસાદનો લાભ લેશે. ઉપરાંત કેટલાક મર્યાદિત લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને
પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન
Photo Gallery