Share
વિશ્વપ્રસિદ્ધ જગન્નાથ રથયાત્રામાં ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાના અલગ-અલગ રથોમાં વિરાજિત કરીને નગર ભ્રમણ કરવાની પરંપરા છે. અહીં આ વાત વિચારણીય છે કે શ્રીકૃષ્ણની સાથે જ રાધા કે રુક્મણીનો રથ શા માટે નથી હોતો ? તેનો જવાબ હિન્દુ પૌરાણિક કથાઓમાં મળે છે જે આ પ્રમાણે છે.
એકવાર દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણ રાત્રિ દરમિયાન સૂઈ રહ્યા હતા. નજીકમાં જ રુક્મણી પણ સૂઈ રહી હતી. નિદ્રા દરમિયાન શ્રીકૃષ્ણએ રાધાના નામનું ઉચ્ચારણ કર્યું. આ સાંભળીને રુક્મણી અચંભિત થઈ. સવાર થતા જ રુક્મણીએ આ વાત અન્ય પટરાણીઓને કહી અને કહ્યું કે આપણી આટલી સેવા, પ્રેમ અને સમર્પણ પછી પણ સ્વામી રાધાને યાદ કરવાનું નથી ભૂલતા.
ભગવાન કૃષ્ણ તેમના ભાઈ ભગવાન બલરામ સાથે દ્વારકાની બહાર ગયા હતા. ત્યારે કૃષ્ણ ભગવાનની 16108 રાણીઓએ રોહિણી માતાને (બલરામની માતા) પુછ્યુ કે અમે કૃષ્ણ ભગવાનની આટલી સેવા કરીએ છે છતા કૃષ્ણ ભગવાન આખો દિવસ રાધાનુ નામ કેમ લે છે. ત્યારે રોહિણી માતા બોલયા જો કૃષ્ણ અને બલરામ રાજમહેલમા ના પ્રવેશે તો હું કહું. રાણીઓએ વિચાર કરીને સુભદ્રાને દરવાજાની બહાર ધ્યાન રાખવા ઉભા રાખ્યા અને કહ્યુ કે કોઇને અંદર પ્રવેશવા ના દેતા. પછી રોહિણી માતાએ કથા ચાલુ કરી.
સુભદ્રા દરવાજાપર કાન રાખીને અંદરની કથા સાંભળવા લાગ્યા. ત્યારે કૃષ્ણ અને બલરામ પાછા આવ્યા તો એમણે જોયુ કે સુભદ્રા દરવાજા પર કાન રાખીને ઉભા છે. કૃષ્ણ અને બલરામ રાજમહેલમા પ્રવેશવા ગયા તો સુભદ્રાએ તેમને રોક્યા. તો કૃષ્ણ અને બલરામ સુભદ્રાની જેમ દરવાજાપર કાન રાખીને અંદરની કથા સાંભળવા લાગ્યા. ત્યારે અચાનક ભક્તિના ભાવને લીધે ત્રણેના હાથ અને પગ સંકોચાવા માંડ્યા અને આંખો મોટી થવા માંડી. ત્યારે કૃષ્ણ ભગવાનને મળવા નારદ મુનિ દ્વારકા આવ્યા તો તેમણે જોયુ કે કૃષ્ણ ભગવાનના હાથ અને પગ સંકોચાઇ ગયા હતા અને આંખો મોટી થઈ ગઈ હતી. નારદ મુનિએ કૃષ્ણ ભગવાનને કહ્યું કે તમારુ આ રૂપ જગતને બતાવો. તો કૃષ્ણ ભગવાનએ નારદ મુનિને આ રૂપ ત્રેતાયુગમાં જગતને બતાવવાનુ વચન આપ્યું.
આ કારણ છે કે ધાર્મિક માન્યતાઓ અને પરંપરાઓમાં ભગવાન જગન્નાથે શ્રીકૃષ્ણ અને રાધાને દિવ્ય યુગલ સ્વરૂપ માનીને તેમની સાથે જ ભાઈ બલભદ્ર અને સુભદ્રાની અધુરી બનેલી કાષ્ઠ અર્થાત્ લાકડાની મૂર્તિઓની સાથે રથયાત્રા કઢવાની પરંપરા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને
પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન
Photo Gallery