બિઝનેસ કરવા ભારત પડકારરૃપ દેશ હોવાનો અમેરિકાનો દાવો
Share
નોકરશાહી તેમજ વહીવટી અવરોધો ઘટાડવા અમેરિકાની ભારતને અપીલ
ભારતની ગ્દડ્ઢછ સરકારે પહેલા ૧૦૦ દિવસમાં બે વિવાદાસ્પદ નિર્ણયો લીધાનો આક્ષેપ
ા વોશિંગ્ટન ા
બિઝનેસ કરવા માટે ભારત પડકારરૃપ દેશ છે તેવો આક્ષેપ અમેરિકાએ કર્યો છે. અમેરિકાએ ભારતમાં બિઝનેસ સરળ બનાવવા માટે નોકરશાહી તેમજ વહીવટી અવરોધો ઘટાડવા ભારતને અપીલ કરી છે. ખાસ કરીને રોકાણને લગતા અવરોધો દૂર કરીને રોકાણ માટેનું વાતાવરણ આકર્ષક તેમજ ભરોસાપાત્ર બનાવવા અનુરોધ કર્યો છે. અમેરિકાના વિદેશ વિભાગ દ્વારા ૨૧ જુલાઈએ જાહેર કરેલા ”૨૦૨૧ ઈન્વેસ્ટમેન્ટ ક્લાઈમેટ સ્ટેટમેન્ટસ ઃ ઈન્ડિયા” નામનાં રિપોર્ટમાં જણાવાયું છે કે બિઝનેસ કરવા માટે ભારત પડકારરૃપ સ્થળ છે. રિપોર્ટમાં ભારતની ગ્દડ્ઢછ સરકારે પહેલા ૧૦૦ દિવસમાં બે વિવાદાસ્પદ નિર્ણયો લીધાનો ઉલ્લેખ કરાયો છે જેમાં જમ્મુ એન્ડ કાશ્મીરને સ્પેશિયલ બંધારણીય દરજ્જો આપતી કલમ ૩૭૦ હટાવવાનો તેમજ સિટિઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ (ઝ્રછછ) નો કાયદો પસાર કરવાનો સમાવેશ થાય છે.
અમેરિકાએ બિઝનેસ માટે અન્ય કેટલાક અવરોધોની યાદી રજૂ કરી હતી જેમાં નવા રક્ષણાત્મક પગલાં, ટેરિફનાં દરમાં વધારો, ચીજવસ્તુઓની ખરીદીનાં નિયમો જે સ્પર્ધાત્મકતાને મર્યાદિત કરે છે, સેનિટરી તેમજ સાયટોસેનિટરી પગલાં જે વિજ્ઞાાન આધારિત નથી, સ્વચ્છતા માટેનાં નિયમો આંતરરાષ્ટ્રીય ધોરણો સાથે સુસંગત નથી, ગ્લોબલ સપ્લાય ચેઈનની પ્રોસિજરનું પાલન કરાતું નથી જેને કારણે દ્વિપક્ષીય વેપારને વધારી શકાતો નથી તેમ અમેરિકાએ જણાવ્યું હતું. બીજી તરફ ભારત સરકારે જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ને હટાવવાનાં તેમજ ઝ્રછછનો અમલ કરવાનાં નિર્ણયને ભારતની આંતરિક બાબત ગણાવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને
પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન
TRENDING NOW
36144
Views
32696
Views
29424
Views
25204
Views