। ટોક્યો ।
ટોક્યો ઓલિમ્પિકમાં શનિવારે આર્ચરીમાં મેડલની આશા રાખવામાં આવતી હતી પરંતુ સ્ટાર તીરંદાજ દીપિકા કુમારી અને પ્રવીણ જાધવની જોડી મિક્સ ટીમ ઔઇવેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં હારી જતાં વધુ એક ઇવેન્ટમાં ભારતનું અભિયાન પૂરું થઇ ગયું હતું. કોરિયન જોડીએ દીપિકા અને જાધવને કોઇ પણ મુશ્કેલી વિના ૬-૨ના સ્કોરથી પરાજય આપ્યો હતો,. દીપિકાએ તાજેતરમાં યોજાયેલા વર્લ્ડ કપમાં ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા હતા અને તેની પાસેથી મેડલની આશા હતી. વિમેન્સ વ્યક્તિગત ઇવેન્ટમાં પણ તેનો દેખાવ નિરાશાજનક રહ્યો હતો.
મિક્સ ટીમ ઇવેન્ટમાં દીપિકા અને જાધવની શરૃઆત ખરાબ રહી હતી. કોરિયાના સાન એન અને ડિયોક જિ કિમે પ્રથમ સેટને ૩૫-૩૨થી જીત્યો હતો. આ સેટમાં ભારતીય તીરંદાજો એક પણ શોટ ૧૦નો લગાવી શક્યા નહોતા. બીજા સેટમાં કોરિયન જોડીએ ૩૮-૩૭થી જીતીને ૪-૦ની લીડ મેળવી હતી. દીપિકા અને જાધવે ત્રીજા સેટમાં ૩૭-૩૫ના સ્કોર સાથે વળતો પ્રહાર કરીને મુકાબલો રોમાંચક બનાવ્યો હતો પરંતુ તેઓ રિધમ જાળવી શક્યા નહોતા. ચોથા અને અંતિમ સેટમાં કોરિયન જોડીએ ૩૬-૩૩થી વિજય મેળવીને ભારતને મેડલની રેસમાંથી બહાર કરી દીધું હતું. ભૂતકાળમાં દીપિકા મોટી ઇવેન્ટ્સમાં દબાણ હેઠળ વિખેરાઇ જાય છે તેવું ઘણી વખત જોવા મળ્યું છે. ભારત હવે મેન્સ વ્યક્તિગત અને ટીમ ઇવેન્ટમાં મેડલની આશા રાખશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને
પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન
TRENDING NOW
59140
Views
46908
Views
37956
Views
19320
Views