Share
। વોશિંગ્ટન ।
અમેરિકામાં કોવિડ-૧૯નો ડેલ્ટા વેરિઅન્ટ હાહાકાર મચાવતાં સળંગ ત્રણ દિવસથી ૨૦,૦૦૦ કરતાં વધુ કેસ નોંધાવી રહ્યો છે. ડેલ્ટા વેરિઅન્ટે રશિયામાં દૈનિક મૃત્યુઆંકમાં સૌથી વધુ ૭૫૨નોે એક નવો રેકોર્ડ સર્જ્યો છે. અહીં છેલ્લા ૧૧ દિવસથી ૨૩,૦૦૦ નવા કેસ નોંધાઈ રહ્યા છે. ૫ાકિસ્તાનમાં છેલ્લા અઠવાડિયાથી ૨૧ દિવસ પહેલાં કરતાં ત્રણ ગણા, રોજના ૧,૯૮૦ નવા કેસ નોંધાયા હતા. ઈઝરાયેલમાં કોરોનાના નવા કેસ રોજના ૧૦થી ઓછા નોંધાતા હતા ત્યાં એક દિવસમાં ૪૫૦ કેસ નોંધાઈ રહ્યા છે. સાયપ્રસ અને ફિજીમાં પણ ડેલ્ટા વેરિઅન્ટ લોકોને ઝડપભેર ચેપ ફેલાવી રહ્યો છે. બહેરીન, સ્પેન, ટ્રિનિદાદ એન્ડ ટોબેગોમાં પણ ડેલ્ટાના નવા કેસ વધી રહ્યા છે.
મિસુરીમાં ૯૬% કેસ ડેલ્ટાના
અમેરિકાના આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ ભારતમાં સોથી પહેલાં ઓળખાયેલો, ડેલ્ટા વેરિઅન્ટ જ્યાં વેક્સિનેશનનું પ્રમાણ ઓછું હોય ત્યાંના લોકોને ઘમરોળી રહ્યો છે. અમેરિકાના ઝ્રડ્ઢઝ્રના જણાવ્યા મુજબ છેલ્લા ત્રણ દિવસથી રોજના ૨૦,૦૦૦ નવા કેસ નોંધાઈ રહ્યા છે. છેલ્લા સાત દિવસની સરેરાશ ગણતાં નવા કોરોના કેસ બે અઠવાડિયા અગાઉ હતા તેથી ૪૭ ટકા વધારે નોંધાઈ રહ્યા છે. હોસ્પિટલમાં લઈ જવા પડે એવા કેસ ૧૧ ટકા વધારે નોંધાઈ રહ્યા છે. નવા ૯૩ ટકા કેસ એવા રાજ્યોમાં નોંધાઈ રહ્યા છે જ્યાં વેક્સિનેશનનું પ્રમાણ ઓછું છે.
રશિયા લોકડાઉન નહીં લગાવે
રશિયામાં શનિવારે ૨૫,૦૮૨ નવા કેસ અને ૭૫૨ મૃત્યુ નોંધાયા હતા. જે સર્વોચ્ચ રેકોર્ડ હતો. ડેલ્ટા વેરિયન્ટના કારણે જૂનમાં રોજના ૯૦૦૦ કેસ નોંધાઈ રહ્યા હતા. તે જુલાઈમાં વધીને રોજના ૨૩,૦૦૦ કેસ થઈ ગયા છે છતાં રશિયાની સરકારે જાહેર કર્યું હતું કે ફરી લોકડાઉન લગાવવામાં નહીં આવે.
અન્ય દેશોમાં પણ ડેલ્ટાનો હાહાકાર
ઉઁર્ં અનુસાર જ્યાં કોરોનાના કેસ પૂરઝડપે નોંધાઈ રહ્યા છે એવા દેશોમાં ફિજી અને સાયપ્રસ મુખ્ય છે. બહેરીનમાં નાગરિકોને ઝડપથી ભોગ બનાવ્યા પછી કોરોનાની ગતિ થોડીક ધીમી પડી છે. એ જ રીતે આયર્લેન્ડ મિડવેસ્ટ અને મિલેન્ડ વિસ્તારોમાં પણ કોરોના ધીમો પડી રહ્યો છે. સ્પેનના બલેરિક ટાપુઓ અને કેનેરી ટાપુઓમાં પણ કોરોના ધીમો પડી રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને
પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન
Photo Gallery