comparemela.com

Card image cap


Share
સ્વીટી પટેલ મર્ડર કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે અટાલીની વૈભવ હોટલના સ્ટાફની પૂછપરછ કરી છે. આ હોટલમાં કિરીટસિંહની ભાગીદારી હોવાનું અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં આવ્યું છે. બીજી તરફ, અજય દેસાઇએ મૃતદેહ સગેવગે કરવા જે જીપ કમ્પાસનો ઉપયોગ કર્યો તેની યાંત્રિક તપાસ કરવામાં આવી રહી છે.
સ્વીટી પટેલ મર્ડર કેસમાં સસ્પેન્ડેડ પીઆઇ અજય દેસાઇ અને કોંગ્રેસ અગ્રણી કિરીટસિંહ જાડેજા 11 દિવસના પોલીસ રિમાન્ડ પર છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે રિમાન્ડના પહેલા દિવસે અજય દેસાઇ અને કિરીટસિંહ જાડેજા પાસે મર્ડર કેસની ઘટનાનું રિકન્ટ્રક્શન કરાવ્યું હતું. છેલ્લાં બે દિવસથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સ્વીટી મર્ડર કેસમાં સંબંધિતોની પૂરપરછ કરી રહી છે.
દહેજના અટાલી ગામની સીમની બંધ હોટલમાં અજય દેસાઇએ સ્વીટીના મૃતદેહને સળગાવ્યો હતો. સ્વીટીના મૃતદેહને કારમાં લઈને અજય દેસાઇ અટાલી પહોંચે તે પહેલાં કિરીટસિંહે વૈભવ હોટલમાં સમય વિતાવ્યો હતો. આ મર્ડર કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે વૈભવ હોટલના સ્ટાફની પૂછપરછ શરૂ કરી છે. સ્વીટીના મૃતદેહને સળગાવવા માટે લાકડા સહિતની જરૂરી ચિજવસ્તુઓ અજય દેસાઇ સુધી પહોંચાડવામાં સ્ટાફની ભૂમિકા છે કે નહીં? તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.
આ સંદર્ભે પોલીસ સૂત્રો પાસે જાણવા મળ્યું હતું કે, વૈભવ હોટલમાં કિરીટસિંહ જાડેજાની ભાગીદારી હોવાની વિગતો જાળવા મળી છે. કિરીટસિંહ સાથે વૈભવ હોટલમાં કોન ભાગીદાર છે ? અજય દેસાઇ મૃતદેહ સળગાવ્યા બાદ વૈભવ હોટલ ખાતે ગયો હતો? અજય દેસાઇ અને કિરીટસિંહે ૫મી જૂનીની સાંજે પુરાવા સગેવગે કર્યાં બાદ હોટલમાં રોકાયા હતાં? તે સહિતના અનેક સવાલોના જવાબમાં પોલીસ તપાસ કરી રહી છે.
બીજી તરફ, અજય દેસાઇ સ્વીટીના મૃતદેહને જીપ કમ્પાસ કારની ડેકીમાં મુકી કરજણથી અટાલી લઈ ગયો હતો. આ કાર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે કબ્જે લીધી છે. જીપ કારની પોલીસ ટીમ યાંત્રિક તપાસ કરાવી રહી છે. એફએસએલ દ્વારા પણ કારની તપાસ થઈ રહી છે.
FSL દ્વારા રિપોર્ટ આપવામાં આવ્યા નથી
અજય દેસાઇ સ્વીટીને છેલ્લાં ક્યારે મળ્યાં? તે સહિત કેસને લગતા સવાલો એફએસએલ દ્વારા કરવામાં આવ્યાં હતાં. એફએસએલ દ્વારા અજય દેસાઇના SDS અને પોલિગ્રાફ ઉપરાંત બળેલા હાડકાંના ટુકડાના DNAનો રિપોર્ટ આપવામાં આવ્યો નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને
પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન
Related Articles
July 30, 2021

Related Keywords

Ahmedabad , Gujarat , India , Ajay Desai , Ajay Desaie Jadeja , Ahmedabad Crime Branch , Pi Ajay Desaie Congress , Patel Murder , அஹமதாபாத் , குஜராத் , இந்தியா , அஜய தேசாய் , அஹமதாபாத் குற்றம் கிளை ,

© 2024 Vimarsana

comparemela.com © 2020. All Rights Reserved.