comparemela.com


Share
મુંબઈ: બૉલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અનેક હિટ ગીતો આપનારી પ્રખ્યાત ગાયિકા શ્રેયા ઘોષાલે મે મહિનામાં પુત્ર દેવયાનને જન્મ આપ્યો છે. જે બાદ તે શ્રેયા સતત સોશિયલ મીડિયા પર પોતાના પુત્ર માટે પોસ્ટ કરતી રહી છે, પરંતુ હજુ સુધી તેણે પોતાના પુત્રના ચહેરાના દર્શન નથી કરાવ્યા. જો કે તાજેતરમાં જ શ્રેયાએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં પોતાના પુત્રની ઝલક દેખાડી છે.
શ્રેયાએ સોશિયલ મીડિયા પર એક તસવીર પોતાના ફેન્સ સાથે શેર કરી છે. જેમાં શ્રેયાના ખોળામાં તેનો પુત્ર દેવયાન જોવા મળી રહ્યો છે. આ તસવીરને કંઈક એવી રીતે ક્લિક કરવામાં આવી છે કે, દેવયાનનો સંપૂર્ણ ચહેરો નથી જોવા મળી રહ્યો, પરંતુ આ તસવીરમાં માતા પોતાના પુત્ર પર વહાલ વરસાવતી જોવા મળી રહી છે. ફેન્સ પણ આ તસવીરને ખૂબ જ પસંદ કરી રહ્યાં છે.
બૉલિવૂડ સિંગરે તસવીર શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે,
“તુમ હંમેશા મેરી બાંહો મેં રહતે હો, લેકિન ફિર ભી દિલ નહીં ભરતા હૈ. મેરા દિલ અબ સિર્ફ તુમ્હારા હૈ, સિર્ફ આજ નહીં જીવનભર કે લિયે. કૈસે તુમ મેરે જીવનમેં આયે. મેરા પ્યારા બેટા-દેવયાન, માઁ તુમ્હે બહૂત પ્યાર કરતી હૈ…”
જો શ્રેયાના પુત્રના નામના અર્થની વાત કરીએ તો, દેવયાન એટલે ‘ઈશ્વર નો રથ’. જે ઈશ્વરની સેવા કરવા માટે બન્યો હોય. શ્રેયા ઘોષાલે માર્ચમાં પ્રેગ્નેન્સીની જાહેરાત કરી હતી. 22મીં મેના રોજ તેણે પુત્રને જન્મ આપ્યો હતો. શ્રેયાએ સોશિયલ મીડિયામાં પોતાના ફેન્સને આ ખુશખબર આપ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, શ્રેયા ઘોષાલે શિલાદિત્ય સાથે વર્ષ 2015માં બંગાળી રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. લગ્ન અગાઉ શ્રેયા અને શિલાદિત્ય 10 વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યાં હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને
પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન
Related Articles
July 30, 2020

Related Keywords

Mumbai ,Maharashtra ,India , ,God Service ,Tum Mere Aye ,மும்பை ,மகாராஷ்டிரா ,இந்தியா ,இறைவன் சேவை ,

© 2024 Vimarsana

comparemela.com © 2020. All Rights Reserved.