comparemela.com

Card image cap


Share
બકરી ઈદના તહેવાર નિમિત્તે કોરોના પોઝિટિવિટી રેટ ઊંચો હોવા છતાં લોકડાઉનનાં નિયંત્રણો હળવા કરનારી કેરળ સરકારની આકરી ઝાટકણી કાઢતાં જસ્ટિસ આર એફ નરિમાનની અધ્યક્ષતા હેઠળની સુપ્રીમ કોર્ટની બેન્ચે જણાવ્યું હતું કે, કોઇપણ પ્રકારના ર્ધાિમક કે અન્ય સંગઠનો દબાણ કરીને કોઇપણ રીતે જીવન જીવવાના અધિકારમાં હસ્તક્ષેપ કરી શકે નહીં.
સુપ્રીમ કોર્ટે મહામારીના સમયગાળામાં કેરળની સરકારને જીવન જીવવાના અધિકારની સુરક્ષા કરવા અને લોકોની અવરજવર પર નિયંત્રણો લાદવા પર ધ્યાન કેન્દ્રિત કરવા આદેશ આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટે મંગળવારે તેના ચુકાદામાં જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણનો દર ઊંચો હોય તેવા વિસ્તારોમાં પણ વેપારીઓના દબાણને વશ થઇને બકરી ઈદના તહેવાર નિમિત્તે દુકાનો ખોલવાની પરવાનગી આપવાનો કેરળ સરકારનો નિર્ણય અત્યંત ખેદજનક અને ચેતવણી આપનારો છે. કેરળ સરકાર જીવન જીવવાના અને આરોગ્ય અંગેના નાગરિકના મૂળભૂત અધિકારની સુરક્ષા કરવામાં નિષ્ફળ રહી છે.
કેરળ સરકારે સુપ્રીમ કોર્ટમાં રજૂ કરેલી એફિડેવિટમાં જણાવ્યું હતું કે, લોકડાઉનના કારણે વેપારીઓ અત્યંત મુશ્કેલીમાં આવી ગયા હતા અને બકરી ઇદના તહેવાર દરમિયાન તેમને વેપાર ખૂલવાની આશા હતી. આ માટે તેમણે સ્ટોક પણ કરી રાખ્યો હતો. કેરળ સરકારે જણાવ્યું હતું કે, જેમણે કોરોના રસીનો એક ડોઝ લીધો હશે તેમને જ ખરીદીની પરવાનગી અપાશે. જવાબમાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, કેરળ સરકાર વેપારીઓના દબાણ સામે ઝૂકી ગઇ છે.
 
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને
પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન
TRENDING NOW
25708
Views
21980
Views
17468
Views
12064
Views

Related Keywords

Kerala , India , , Supreme Court , Supreme Court Tuesday , Kerala Government , கேரள , இந்தியா , உச்ச நீதிமன்றம் , உச்ச நீதிமன்றம் செவ்வாய் , கேரள அரசு ,

© 2024 Vimarsana

comparemela.com © 2020. All Rights Reserved.