comparemela.com


Share
૫૦ કરોડ ખર્ચે નિર્મિત નાર્કોટિક ડ્રગ-સાઇકોટ્રોપિક ભવનનું અમિત શાહ ઉદ્ઘાટન કરશે
NFSU (નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિર્વિસટી)દ્વારા રૃ.૫૦ કરોડના ખર્ચે ડ્રગ્સ માફીયા અને પેડલરોને કાયદામાં છટકબારી ના મળે તે માટે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાઇકોટ્રોપિક ભવન તૈયાર કરાયું છે.  જેનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઉદ્ઘાટન થશે.
ઉલ્લેખનીય છે કે, ડ્રગ્સના કુલ જથ્થામાં તેની શુધ્ધતા અને અન્ય પર્દાથોની મિલાવટના સ્પષ્ટીકરણ અંગે કોઈ ટેકનોલોજી ન હોવાને કારણે આરોપીઓને કાયદાની છટકબારી મળતી હતી. જો કે, નવા ભવનમાં ઈન્સ્ટોલ  ટેકનોલોજીના ઉપયોગથી કોર્ટમાં આરોપીઓ વિરુદ્ધ કેસ પૂરવાર કરવામાં પોલીસને તેઓને સજા કરાવવામાં મહત્વની મદદ મળશે.
નાર્કોટિક્ ડ્રગ્સ એન્ડ સાઇકોટ્રોપિક ભવનમાં ડ્રગ્સનો પ્રકાર, તે કયાંથી આવ્યું, જથ્થામાં ડ્રગ્સની માત્રા કેટલી તે તમામ બાબતોનો ટેસ્ટિંગ રિપોર્ટ તૈયાર થશે. જેના કારણે કેવા પ્રકારના ડ્રગ્સ કયાંથી સપ્લાય થયા તે તમામ બાબતોની વિગતો મળતા પોલીસને તપાસમાં સરળતા રહેશે. આ ઉપરાંત ડ્રગ્સનો જથ્થો પકડાયો તેમાં ખરેખર ડ્રગ્સનું પ્રમાણ કેટલું તેની વિગતો પણ ટેસ્ટીંગ બાદ મળી જશે.
અગાઉ પોલીસ એનડીપીએસ એક્ટમાં ૫૦ ગ્રામથી વધુ ડ્રગ્સનો જથ્થો હોય તો કોર્મશિયલ કેસ થતો હતો. જેમાં ૫૧ થી લઈ ૧૦૦ ગ્રામ સુધી ડ્રગ્સ પકડાયું હોય તો કોર્ટમાં પોલીસ એ પૂરવાર ન હતી કરી શકતી કે કુલ જથ્થામાં ડ્રગ્સનું પ્રમાણ કેટલું અને અન્ય મિલાવટ કરેલા પદાર્થો કેટલા છે.
ફોરેન્સિક સાયન્સિસ યુનિર્વિસટી દ્વારા તૈયાર થયેલા ભવનમાં ટેકનોલોજીની મદદથી ડ્રગ્સના જથ્થામાં બીજા કયા પદાર્થો કેટલા તેનું પ્રમાણ પણ જાણી શકાશે. આ ભવનમાં થયેલા ડ્રગ્સના ટેસ્ટિંગ રિપોર્ટને કોર્ટમાં પણ માન્યતા મળે અને આરોપીઓ વિરુદ્ધ કેસ મજબૂતીથી પુરવાર કરી શકાય તેવી ટેકનિક વિકસાવાઈ છે.
ડ્રગ્સ કોલંબિયા, પાકિસ્તાન કે હિમાચલનું તે ખબર પડી જશે
NFSU દ્વારા નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાઈકોટ્રોપિક ભવનની શરૂઆત થઈ રહી છે. તેમાં પોલીસ દ્વારા પકડવામાં આવેલું ડ્રગ્સ આરોપીને ક્યા દેશમાંથી મોકલવામાં આવ્યું તેની વિગતો પણ મળી જશે. હિમાચલપ્રદેશ હોય કે, પાકિસ્તાન જ્યાંથી પણ ડ્રગ્સનો જથ્થો આવ્યો હશે તેની વિગતો પોલીસને આસાનીથી મળી શકે છે.જેના પગલે તપાસમાં અને પુરાવા એકત્ર કરવામાં પોલીસને આસાની રહેશે.
કેમિકલથી બનતા ડ્રગ્સ અંગે સંશોધન થશે
નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાઈકોટ્રોપિક ભવનમાં કેમિકલથી બનતા ડ્રગ્સ પર સંશોધન કરવામાં આવશે. આ ડ્રગ્સ કયા કેમિકલથી અને કયાં બનાવવામાં આવ્યો તેની પર તપાસ ટેક્નોલોજીની મદદથી તપાસ થશે. આ પ્રકારના ડ્રગ્સના કેમિકલ દેશના કયા પ્રદેશ કે અન્ય દેશમાં બનવામાં આવ્યાની તેની વિગતો મેળવવાના પ્રયાસ કરવા સંશોધન કરવામાં આવશે.
 
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને
પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન
Photo Gallery

Related Keywords

Malta ,India ,Pakistan ,Amit Shah ,Drugs On Research ,Drugsa Research ,Central Minister Amit Shah Through ,New Building ,Drugs Columbia ,Building Start ,Kya Country ,மால்டா ,இந்தியா ,பாக்கிஸ்தான் ,அமித் ஷா ,புதியது கட்டிடம் ,கட்டிடம் தொடங்கு ,

© 2024 Vimarsana

comparemela.com © 2020. All Rights Reserved.