comparemela.com

Card image cap


Share
જનતા દ્વારા કોરોના ગાઇડલાઇનના છડેચોક ઉલ્લંઘન સામે લાલ આંખ કરતા કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ રાજ્યોને જણાવ્યું હતું કે, દેશમાં જાહેર પરિવહનના સાધનો અને હિલ સ્ટેશનો ખાતે કોરોના ગાઇડલાઇનનું છડેચોક ઉલ્લંઘન થઇ રહ્યું છે. નિયમોનું ઉલ્લંઘન કરે છે તેમની સામે વિવિધ કાયદાકીય કલમો અંતર્ગત કાર્યવાહી કરો.
હજુ કોરોનાનો સેકન્ડ વેવ પુરો થયો નથી. કેટલાક રાજ્યોમાં આર ફેક્ટરમાં સતત થઇ રહેલો વધારો ચિંતાજનક છે. લોકો બજારોમાં ઊમટીને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોની ધજાગરા ઉડાવી રહ્યાં છે. કોરોના ગાઇડલાઇનનું ચુસ્તતાથી પાલન માટે સંબંધિત અધિકારીઓેને જવાબદાર બનાવો. જ્યાં કોરોના ગાઇડલાઇનનું બરાબર પાલન ન થતું હોય ત્યાં ફરીથી પ્રતિબંધો લગાવી દો અને ઉલ્લંઘન કરનારા સામે કેસ દાખલ કરી કાયદાકીય કાર્યવાહી કરો.
કેન્દ્રીય  આરોગ્ય મંત્રાલયે બુધવારે ૧૫ રાજ્યોને જણાવ્યું હતું કે, પ્રાઇવેટ રસી કેન્દ્રોમાં રસી  આપવાની ઓછી ઝડપ ગંભીર ચિંતાનો વિષય છે. રાજ્યો પ્રાઇવેટ કેન્દ્રો દ્વારા ખરીદાતી કોરોના રસીની દરરોજ સમીક્ષા કરે. જો કોઇ પ્રાઇવેટ સેન્ટરને રસીની ખરીદીમાં મુશ્કેલી પડતી હોય તો રાજ્ય સરકારો તેને દૂર કરે.  બુધવારે આરોગ્ય મંત્રાલયે ગુજરાત,  સહિતના રાજ્યોના આરોગ્ય સચિવો સાથે બેઠક કરી રસીકરણમાં ઝડપ લાવવા નિર્દેશ આપ્યા હતા.
હવે રાજસ્થાનમાં કપ્પા વેરિઅન્ટના ૧૧ કેસ
ઉત્તરપ્રદેશ  પછી હવે રાજસ્થાનમાં કોરોના વાઇરસના કપ્પા વેરિઅન્ટના ૧૧ કેસ  સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. રાજસ્થાનના આરોગ્ય મંત્રી  રઘુ શર્માએ જણાવ્યું હતું કે, રાજ્યમાં કપ્પા વેરિઅન્ટના ૧૧ કેસ  મળી આવ્યા છે. રાજધાની જયપુરમાં ૪, અલવરમાં ૪, બાડમેરમાં બે  અને ભિલવાડામાં કપ્પા વેરિઅન્ટનો એક કેસ નોંધાયો છે.
ભારત ઃ કોરોના મીટર
૩૮,૭૯૨ નવા કેસ ૨૪ કલાકમાં
૬૨૪ દર્દીનાં મોત ૨૪ કલાકમાં
૪૧,૦૦૦ દર્દી રિકવર ૨૪ કલાકમાં
૩,૦૯,૪૬,૦૭૪ દેશમાં કુલ સંક્રમિત
૪,૧૧,૪૦૮ મહામારીનો કુલ મૃતાંક
૪,૨૯,૯૪૬ દેશમાં કુલ એક્ટિવ કેસ
 
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને
પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન
TRENDING NOW
38792
Views
37536
Views
22360
Views
20844
Views

Related Keywords

Uttar Pradesh , India , Jaipur , Rajasthan , Ajay States , Rajasthan Corona , Raghu Sharma , Central Health Ministry Wednesday States , Rajasthan Health , States Health , Health Ministry Gujarat , Secretary Ajay States , Estates Private , Wednesday Health Ministry Gujarat , India Fall Corona , உத்தர் பிரதேஷ் , இந்தியா , ஜெய்ப்பூர் , ராஜஸ்தான் , ராஜஸ்தான் கொரோனா , ரகு ஷர்மா , ராஜஸ்தான் ஆரோக்கியம் , மாநிலங்களில் ஆரோக்கியம் ,

© 2024 Vimarsana

comparemela.com © 2020. All Rights Reserved.