comparemela.com

Card image cap


Share
૧૯૭૬થી શહેરી આવાસોની શરૂઆત બાદ છેલ્લા ૧ દશકામાં ૩૩ આવાસ યોજના મળી
સરકારી સહાય સાથે લોનેબલ યોજનાથી હાથ ધરવામા આવી છે વિવિધ યોજનાઓ
૩ લાખથી ૨૪ લાખ સુધીની કિંમતના આવાસોઃ બેન્કો લોન મંજૂર કરે કે તુંરત દસ્તાવેજથી સોંપાય છે કબ્જો
હેલ્થ અને એજ્યુકેશન ઉપરાંત વ્યાપાર-ઉદ્યોગને જોતા રાજકોટમાં નવા વસાહતીઓ વધતા જ રહે છે. શહેરમાં બાંધકામના ક્ષેત્રે સતત ડિમાન્ડ વચ્ચે શહેરમાં બાંધકામ ક્ષેત્રે સતત ડિમાન્ડ વચ્ચે શહેરી ગરીબ, મધ્યમવર્ગીય લોકો માટે સરકારી આવાસોમાં પણ રાજકોટ અગ્રેસર છે, અહીં અત્યારે ૧૦,૦ર૦ આવાસો બની રહ્યા છે. ત્યારે શહેરી આવાસોના આકર્ષણ અને અહીંની સમસ્યા બન્ને એકબીજા સાથે જોડાયેલા છે. તેની કિંમત નજીવી ગણાય પરંતુ તેની સાર્થકતા ત્યારે જ છે જ્યારે અહીં મેન્ટેનન્સ, સલામતી પણ લગાતાર જળવાયેલા રહે.
રાજકોટ મનપા દ્વારા મુખ્યમંત્રી આવાસ યોજના અને પ્રધાનમંત્રી આવાસ યોજનામા વિવિધ સાઈટ ઉપર આવાસો બની રહ્યા છે જેનો હવાલો સંભાળતા સીટી ઈજનેર અલ્પના મિત્રાએ જણાવ્યું હતું કે, શહેરમા અમે ગરીબ તેમજ મધ્યમવર્ગ માટે ૩.૫૦ લાખથી માંડીને ૨૪ લાખ સુધીના આવાસ બનાવી રહ્યા છીએ અને તેનો ડ્રો દ્વારા ફાળવણા થાય છે. ફોર્મ ભરનારને આવાસ મળે તો અમે લોન માટે પણ જરૂરી માર્ગદર્શન આપીએ છીએ.
અગાઉની યોજના કરતા અલગ યોજનાઓ- રાજકોટઃ હાલ બની રહેલી આવાસ યોજનામા ત્રણ માળને બદલે ૧૨ માળ અને ૧૩ માળની ઈમારતો બને છે અને તેમા લિફ્ટ સહિતની સુવિધાઓ આપવામા આવે છે. નટરાજનગરમા બગીચા સાથે આવાસ યોજના બનાવવામા આવી હતી. બેન્કેબલ યોજનાથી ઘર આપવામા આવતું હોય મનપાને હપ્તા ઉઘરાવવાની માથાકુટ રહેતી નથી તો સામે ગરીબોને પણ આવાસના કબ્જા સાથે દસ્તાવેજ પણ મળી જાય છે અને એ પણ પોતાના બજેટમા સરકારી સહાય સાથે.
આવાસ યોજનામાં મવડી, નાનામવા, મોટામવા હોટ ફેવરીટ- રાજકોટ ૨૦૧૦ પછી આકાર લઈ રહેલી આવાસ યોજનામા નાનામવા, મવડી, રૈયા, મોટા મવા હોટ ફેવરીટ ગણાય છે. હાલ નાનામવામા ૩, મવડીમા ૧૦, મોટામવામાં ૨ આવાસ યોજના બની રહી છે.
૨૦૧૦થી અત્યાર સુધીમા વધુ ૩૩ યોજના- ૨૦૧૦થી અત્યાર સુધીમા વધુ ૩૩ યોજના મુખ્યમંત્રી આવાસ તેમજ વડાપ્રધાન આવાસ યોજના હેઠળ જાહેર કરવામા આવી છે અને તેમા પણ ૩ લાખ, ૫ લાખ અને ૧૨ લાખ સુધીના આવાસ બની રહ્યા છે.
૩ લાખમા ફર્નીચર સાથેના લાઈટ હાઉસ- વડાપ્રધાને શહેરી ગરીબોને ઝડપી અને વ્યાજબી કિંમતના આવાસ આપવા માટે નવતરે ટેકનોલોજી અપનાવી છે અને તેના આધારે ગુજરાતમા રાજકોટ ખાતે ૧૩૬૬ લાઈટ આવાસ અટલ સરોવર પાસે આકાર લઈ રહ્યા છે જેમા ં ૩ લાખની કિંમતે આધુનિક ૨ બેડનો ફ્લેટ ફુલ સુવિધા અને થોડા ફર્નિચર સાથે આપવામા આવનાર છે.
૨૦૧૫થી ૨૦ સુધીમાં૫૦૦૦ આવાસ બનેલાઃ પૂર્વ મેયર- રાજકોટના પૂર્વ મેયર ડો જૈમનભાઈ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, ૨૦૧૫થી ૨૦ દરમિયાન રાજકોટમા ગરીબો માટે વિવિધ યોજનામાં ૫૦૦૦ આવાસો બન્યા હતા. હુડકો રાજકોટની પ્રથમ યોજના હતી અને તેમા તત્કાલીન મેયર અરવિંદભાઈ મણીયાર મોટી લોન લઈને આવેલા હતા. એકી સાથે ૧૬૦૦થી વધુ આવાસ બનાવીને ગરીબોને ૫૦૦૦ની રકમ લઈ ૬૦ રૂપિયા માસિક ભાડાથી આપ્યા હતા.
૧૯૭૬થી ૨૦૧૦ સુધીમા ૩૯આવાસ યોજના- રાજકોટમા ૧૯૭૬થી આવાસ યોજનાઓ શરૂ થયા બાદ ૨૦૧૦ સુધીમા ૩૯ આવાસ યોજનાએ આકાર લીધો હતો. જેમા શહેરી ગરીબો માટે ૩.૫૦ લાખના ફ્લેટ આપવામા આવ્યા હતા જેની કિંમત ૫૧ હજાર અને બાકીની રકમ ભાડાથી વસુલવા યોજના બની હતી.
દરેક યુટીલીટી સાથે આવાસ જરૂરીઃરાહુલ મહેતા- આર્કિટેકટ રાહુલ મહેતાએ જણાવ્યું હતું કે, લોઅર ઈન્કમ ગ્રુપમાટે બનતા આવાસોમા તમામ પ્રકારની યુટીલીટી મળી રહે તેવી વ્યવસ્થા જરૂરી છે. હાલ મોટી આવાસ યોજના બની રહીછે તેમા આ રીતે સુવિધાનો ખ્યાલ રાખવામા આવી રહયો છે. ભૂતકાળમા અમદાવાદની એક આવાસ યોજના માટે ડિઝાઈન બનાવનાર રાહુલ મહેતાએ એમ પણ જણાવ્યું હતું કે,સ્ટ્રક્ચર ભૂકંપ પ્રુફ અને ફેરફારો ન થઈ શકે તેવું બને તે જરૂરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને
પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન
Related Articles
July 8, 2021

Related Keywords

Ahmedabad , Gujarat , India , Rajkot , London , City Of , United Kingdom , Mayer Arvind Maniyar , Rajkot Corporation , Healthe Education , Qurban Start , Rajkot New , Prime Minister Habitat , Guide May , Habitat Plan , Light Prime Minister Urban , Gujarat Rajkot , Light Habitat , Habitat East Rajkot Mayer , Habitatr Mehta , அஹமதாபாத் , குஜராத் , இந்தியா , ராஜ்கோட் , லண்டன் , நகரம் ஆஃப் , ஒன்றுபட்டது கிஂக்டம் , ராஜ்கோட் நிறுவனம் , நகர்ப்புற தொடங்கு , வாழ்விடம் திட்டம் , குஜராத் ராஜ்கோட் ,

© 2024 Vimarsana

comparemela.com © 2020. All Rights Reserved.