comparemela.com


Share
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વી. એસ. હોસ્પિટલનું અંદાજે રૃ. ૧૦૦ કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે. છસ્ઝ્ર વર્ષો જૂની વાડીલાલ સારાભાઈ હોસ્પિટલની કાયાપલટ કરવાની હિલચાલ હાથ ધરવામાં આવી છે અને ૨૦૨૨-૨૩ના વર્ષ સુધીમાં વી. એસ. હોસ્પિટલના નવીનીકરણની કામગીરી પૂરી કરવાનું આયોજન કરાયું છે.
આમ, શહેરીજનોને બે વર્ષ પછી વધુ એક અદ્યતન હોસ્પિટલની સુવિધા મળશે. મ્યુનિ. દ્વારા શહેરના ઉત્તર ઝોનમાં બંધ પડેલી અશોક મિલની નિયમ મુજબ ૪૦  ટકા કપાતમાં મળેલી જમીનમાં નવી શારદાબેન હોસ્પિટલ  બનાવવામાં આવશે.
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટે કહ્યું કે, ઝીરો અવર દરમિયાન ચાલુ વર્ષના અંદાજપત્રમાં વી. એસ. હોસ્પિટલ અને શારદાબેન હોસ્પિટલના નવીનીકરણ માટે બજેટ ફાળવાયું છે તેનો ઉપયોગ કરવા તેમજ અન્ય વિકાસના કાર્યો હાથ ધરવા નક્કી કરાયું છે. આમ, બજેટમાં નક્કી કરાયેલા અને વિવિધ કારણોસર પેન્ડિંગ રહેલા કાર્યો ઝડપથી હાથ ધરવા અને ફાળવાયેલ બજેટનો ઉપયોગ કરવાનું નક્કી કરાયું છે.
સરસપુરમાં હયાત શારદાબેન હોસ્પિટલને અન્યત્ર ખસેડીને એટલેકે જૂની અશોક મિલની કપાતમાં મળેલી જમીનમાં નવી હોસ્પિટલ બનાવાનું આયોજન કરાશે. રૃ. ૧૪ કરોડના ખર્ચે શહેરના જુદા જુદા વિસ્તારોમાં નવી ડ્રેનેજ, સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઈન નાંખવા, ડ્રેનેજ,  સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના ઓપરેશન એન્ડ મેઈન્ટેનન્સ, પાણીની લાઈન નાંખવા, વગેરે જેવા વિકાસ કાર્યો હાથ ધરવામાં આવશે.
થલતેજ, મક્તમપુરા, ગોતા વોર્ડમાં રૃ.૩.૫૧ કરોડના ખર્ચે ડ્રેનેજ, સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઈનના ડીશિલ્ટિંગના કામને મંજૂર કરાયું છે. મ્યુનિ. સંચાલિત હોસ્પિટલોમાં રૃ. ૧.૪૦ કરોડના ખર્ચે સર્જીકલ ડ્રેસીંગ અને કોટન વુલ ગ્રુપની આઈટેમોની ખરીદીને મંજૂરી આપાઈ છે. હેલ્થ વિભાગ દ્વારા વેક્ટર બોર્ન ડીસીઝ કન્ટ્રોલ કાર્યક્રમ અંતરગત આઈ.આર.એસ.ની કામગીરી કોન્ટ્રાક્ટથી આપવાનું નક્કી કરાયું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને
પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન
Related Articles
July 23, 2021

Related Keywords

Ahmedabad ,Gujarat ,India , ,Standing Committee ,Old Vadilal Sarabhai Hospital ,New Shardaben Hospital ,Standing Committee Chairman ,Shardaben Hospital ,Old Ashok ,New Hospital Planning ,அஹமதாபாத் ,குஜராத் ,இந்தியா ,நின்று குழு ,நின்று குழு தலைவர் ,ஷார்ததபேண் மருத்துவமனை ,

© 2024 Vimarsana

comparemela.com © 2020. All Rights Reserved.