જામનગર તા. ૭ઃ જામનગરના સોલેરિયમ વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટ પાસે ગઈકાલે સાંજે જુગાર રમતાં છ મહિલાને પોલીસે પકડી પાડયા છે. જ્યારે સિદ્ધાર્થનગરમાંથી ત્રણ પુરૃષ તથા ચાર મહિલા ગંજીપાના કૂટતા ઝડપાયા છે. ઉપરાંત જામજોધપુરમાંથી એક વકીલ સહિત ચારને તીનપત્તી રમતાં પોલીસે ઝડપી લીધા હતાંં.