comparemela.com

Card image cap


Share
દિલ્હી પોલિસના સ્પેશિયલ સેલ દ્વારા ફરિદાબાદ ખાતે પાડવામાં આવેલા એક દરોડામાં આંતરરાષ્ટ્રીય ડ્રગ રેકેટના પર્દાફાશ સાથે અત્યાર સુધીનો સોથી મોટો ૩૫૪ કિલો ડ્રગનો જથ્થો હાથ લાગ્યો હતો જેની કિંમત ૨૫૦૦ કરોડથી વધુ આંકવામાં આવી રહી છે. સાથે જ સોથી મોટું આંતરરાષ્ટ્રીય ડ્રગ રેકેટ ઝડપાઈ ગયું હતું. આ ડ્રગ રેકેટના તાર અફઘાનિસ્તાન અને યુરોપ સુધી ફેલાયેલા હતા. તેમાં પાકિસ્તાનથી ફન્ડ આવતું હોવાની પણ બાતમી મળી હતી. રેકેટના ચાર માણસોની પોલીસે ધરપકડ કરી લીધી હતી, નાર્કો-ટેરરિઝમના એન્ગલથી વધુ તપાસ ચાલી રહી છે. પકડાયેલા ચાર આરોપીઓમાં એક અફઘાનિસ્તાન, એક અનંતનાગ-કાશ્મીર અને બે પંજાબના છે. એક અફઘાની નાગરિક પણ પકડાયો હતો. દરોડામાં પોલીસે ૩૫૪ કિલો તૈયાર હેરોઈનની સાથે હેરોઈન બનાવવામાં વપરાતા રસાયણોનો ૧૦૦ કિલોનો જથ્થો પણ કબજે લીધો હતો. જાણવા મળે છે કે આ ડ્રગ પંજાબ મોકલવાનું હતું.
પોલીસને તપાસમાં જાણવા મળ્યું હતું કે અફઘાનિસ્તાનથી કાચું ડ્રગ કોથળા અને ખોખાંઓમાં ભરીને ઈરાનના ચાબહાર બંદર ઉપરથી થાણેની ખાડીમાં આવેલા જવાહરલાલ નહેરૃ પોર્ટ ઉપર અને ત્યાંથી મુંબઈ પહોંચાડવામાં આવતું હતું.
ત્યાંથી આ ડ્રગ મધ્યપ્રદેશના શિવપુરીમાં પ્રોસેસ કરવા મોકલાતું હતું. અહીં અફઘાનિસ્તાનના નિષ્ણાતોની મદદથી હેરોઈન બનાવવામાં આવતું હતું. અહીંથી હેરોઈન વેચાણ માટે દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, જમ્મુ-કાશ્મીર વગેરે સ્થળે મોકલવામાં આવતું હતું. તૈયાર હેરોઈન સંતાડવા માટે ફરિદાબાદમાં મકાન ભાડે રાખવામાં આવ્યું હતું.
પકડાયેલા આરોપીના બયાન અનુસાર ડ્રગ રેકેટનો માસ્ટરમાઈન્ડ નવપ્રીતસિંઘ પોર્ટુગલથી સંચાલન કરતો હતો. આ રેકેટમાં પાકિસ્તાનથી ફન્ડ આવતું હોવાની બાતમી પણ મળી છે. તેથી નાર્કો ટેરરિઝમના એન્ગલથી પણ તપાસ ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ અઠવાડિયાની શરૃઆતમાં ૩૦૦ કિલો હેરોઈનનો જથ્થો મહેસૂલ ખાતાના ઈન્ટેલિજન્સ વિભાગે પકડી પાડયો હતો. આ જથ્થો ઈરાનથી મુંબઈ લાવવામાં આવતો હતો. તેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત ૨૦૦૦ કરોડ રૃપિયા આંકવામાં આવી હતી. 
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને
પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન
Photo Gallery

Related Keywords

Afghanistan , Jammu , Jammu And Kashmir , India , Madhya Pradesh , Mumbai , Maharashtra , Iran , Delhi , Rajasthan , Sindh , Pakistan , Haryana , , Intelligence Department , Iran Port , Jawaharlal Nehru Port , Accounts Intelligence , ஜம்மு , ஜம்மு மற்றும் காஷ்மீர் , இந்தியா , மத்யா பிரதேஷ் , மும்பை , மகாராஷ்டிரா , இரண் , டெல்ஹி , ராஜஸ்தான் , சிந்த் , பாக்கிஸ்தான் , ஹரியானா , உளவுத்துறை துறை , இரண் போர்த் , ஜவஹர்லால் நேரு போர்த் ,

© 2024 Vimarsana

comparemela.com © 2020. All Rights Reserved.