comparemela.com

Card image cap


Share
અમદાવાદની ઉત્તર- દક્ષિણે આવેલા કલોલ અને નડીયાદ એમ બંને શહેરોમાં કોલેરોનો રોગચાળો ફાટી નિકળ્યો છે. 12 કિલોમીટરને અંતરે કલોલ શહેરમાં પાંચ દર્દીઓના મૃત્યુના અહેવાલો વચ્ચે શુક્રવારે આરોગ્ય વિભાગે હોમ ટુ હોમ સર્વે, ટેસ્ટિંગ અને સ્થાનિક પાલિકાને પાણી સપ્લાયની વ્યવસ્થા દુરસ્ત કરવા આદેશો આપ્યા છે. કોરોનાની સેકન્ડ વેવ ઓસર્યા પછી ગુજરાતમાં પાણી જન્ય રોગચાળો વકર્યો છે. એક જ મહિનામાં ગુજરાતમાં સિવિલ, PHC- CHC સહિત સરકારી નેટવર્કની હોસ્પિટલોમાં પાણીજન્ય રોગના જ 34,928 કેસ નોંધાયા છે.
આરોગ્ય કમિશનરેટમાં રોગચાળા નિયંત્રણની કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓએ કહ્યુ કે, ”ગુજરાતના અધિકાંશ શહેરોમાં એપ્રિલ- મેમાં મીની લોકડાઉન હતુ. આથી આ સમયગાળામાં નાગરીકોમાં આવાગમન, ઘરબહારના ખાદ્યપદાર્થો અને પીણાંનો વપરાશ નહિવત હતો. માટે આ સમયગાળા કરતા જૂન મહિનામાં પાણીજન્ય રોગચાળો વકર્યો છે. સરકારી રેકર્ડ ઉપર જૂનમાં જ 34,928 કેસ મળ્યા છે. જ્યારે ટાઈફોઈડના કેસ પણ 492 હોવાનો રિપોર્ટ છે.
મે મહિનામાં આ કેસની સંખ્યા માત્ર 270 આસપાસ હતી. તદ્ઉપરાંત જૂન મહિનાને અંતે ડિપેટાઈટિસના કેસોની સંખ્યા છ હજારે પહોંચી હતી. જે મહિના અગાઉ 3500 કેસ હતા” પાણી, આહાર જન્ય રોગનો ફેલાવા પાછળ સાંપ્રત સમયે વાતાવરણમાં ઉકળાટ પણ કંઈક અંશે જવાબદાર પરિબળ હોઈ શકે છે.
અમદાવાદ આસપાસના બંને નાના શહેરોમાં કોલેરાના રોગચાળા સામે સરકારે અસરગ્રસ્ત વિસ્તારો જાહેર કરીને ડોર ટુ ડોર સર્વેનું કામ શરૂ કર્યુ છે. કલોલની ગંભીર સ્થિતિ પાછળ પાણીની પાઈપ લાઈનમાં ખામી હોવાનું બહાર આવ્યુ છે.
અમિત શાહે કલેક્ટરને ફોન કરીને કોલેરાને કંટ્રોલ કરવા સુચના આપી
ભારત સરકારમાં ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કલોલમાં કોલેરાના ઉપદ્રવ સંદર્ભે શુક્રવારે સવારે કલેક્ટર અને આરોગ્ય અધિકારીઓ સાથે વાતચીત કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. રોગચાળાને કાબૂમાં લેવા જરૂરી પગલા લેવા સુચના આપતા કલેક્ટર કુલદિપ આર્ય, રિજિયોનલ મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા આરોગ્ય અને સર્વેલન્સ અધિકારીઓની ટીમ ગાંધીનગરથી કલોલ જઈને અસરગ્રસ્ત વિસ્તારોની રૂબરૂ મુલાકાત લીધી હતી.
આ વિસ્તારમાં ઓ.આર.એસ. અને ક્લોરિનની ગોળીઓ અને જનજાગૃતિ માટે પત્રિકાનું વિતરણ કર્યુ છે. તેમજ ટેન્કરથી પીવાનું શુધ્ધ પાણી પુરૂ પાડવામાં આવી રહ્યુ છે. તદ્ઉપરાંત 24 કલાક હેલ્પલાઈન કાર્યરત કરી નાગરીકોને શક્ય તમામ મદદ માટેના સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને
પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન
Photo Gallery

Related Keywords

Nadiad ,Gujarat ,India ,Ahmedabad ,Gandhinagar ,Amit Shah ,Health Department Home ,District Health ,Ahmedabad North ,Friday Health ,Yhome Survey ,Gujarat Civil ,May Mini ,Amit Shah Collector ,நாடியத் ,குஜராத் ,இந்தியா ,அஹமதாபாத் ,காந்திநகர் ,அமித் ஷா ,ஆரோக்கியம் துறை வீடு ,மாவட்டம் ஆரோக்கியம் ,வெள்ளி ஆரோக்கியம் ,வீடு கணக்கெடுப்பு ,குஜராத் சிவில் ,இருக்கலாம் மினி ,

© 2024 Vimarsana

comparemela.com © 2020. All Rights Reserved.