comparemela.com

Card image cap


GDA Does Not Use Ransom In Development Work
ભાસ્કર એક્સક્લૂઝીવ:જીડીએ વિકાસ કામમાં ફદીયું’ય વાપરતી નથી; વર્ષોથી સરકારે પાંચ ડાયરેક્ટર નિમ્યા જ નથી!, 12 સભ્યોના સત્તા મંડળનું કોરમ ક્યારે થશે?
ગાંધીધામ18 કલાક પહેલાલેખક: મહાદેવ મહેતા
કૉપી લિંક
ગાંધીધામ વિસ્તાર વિકાસ સત્તા મંડળ સંસ્થાની તસવીર
સાડા ત્રણ વર્ષથી ચેરમેન પદની જગ્યા કલેક્ટર થકી ચલાવાય છે
પાંચ ડાયરેક્ટરો સરકારે વર્ષોથી નિમ્યા નથી, સાડા છ લાખથી વધુ વસ્તીનો વિકાસનો મુદ્દો
સીએસઆરમાં અગાઉ કામ થયા છે, વિકાસ કામને અવરોધ ઉભો થાય છે
કચ્છ જિલ્લામાં 1957માં અસ્તિત્વમાં આવેલા ગાંધીધામ વિસ્તાર વિકાસ સત્તા મંડળ સંસ્થા સ્વાયત બોડી છે. જિલ્લાના અન્ય સત્તા મંડળો કરતાં પોતાના અલગ નિયમો થકી સંચાલન થઇ રહ્યું છે અને સુનિશ્ચિત બાંધકામો નિયમને અનુરૂપ થાય તે દિશામાં કામગીરી કરીને લાખો રૂપિયા કમાતી આ સંસ્થા છેલ્લા કેટલાય વર્ષોથી લોકહીતના કહી શકાય તેવા કામોમાં ફદીયું પણ વાપરવામાં કંજૂસાઇ કરતી હોવાની ફરિયાદ ઉઠી રહી છે.
12 જેટલા સભ્યોના સત્તા મંડળની આ સંસ્થામાં ચેરમેન સહિત અન્ય પાંચ ડાયરેક્ટરો નિમવા માટે સાડા ત્રણ વર્ષથી યોગ્ય મુરતીયાઓ ભાજપને મળતા ન હોવાથી નિમણુંક થતી ન હોવાનો કચવાટ પણ ખૂદ ભાજપના વર્તૂળોમાં હાલ ચર્ચાસ્પદ બન્યો છે. 2017ની વિધાનસભાની ચૂંટણી વેળા જીડીએના તત્કાલિન ચેરમેન મધુકાંત શાહનું રાજીનામું લઇ લેવામાં આવ્યું હતું. બે ટર્મથી ચેરમેન પદે રહેલા શાહના સમયમાં સીએસઆરની પ્રવૃતિ કહી શકાય તે થઇ હતી અને અનેકવિધ વિકાસલક્ષી આયોજનો પણ કરવામાં આવ્યા હતા. સ્વાયત બોર્ડની આ સંસ્થામાં નિયમને અનુરૂપ કામગીરી કરવામાં આવી રહી છે. પોતાના અલગ નિયમો થકી ચલાવાઇ રહેલી કામગીરીમાં ચેરમેન તરીકે કલેક્ટર સત્તા ભોગવી રહ્યા છે. અંદાજે સાડા ત્રણ વર્ષથી ચેરમેનની જગ્યા ખાલી છે જ્યારે પાંચ ડાયરેક્ટરો રાજ્ય સરકાર હસ્તક મુકવાના છે તે પણ મુકાયા નથી.
બોર્ડ નિગમમાં ભાજપના કાર્યકરોને મુકવામાં આવશે તેવી અવારનવાર જાહેરાતો થાય છે અને તાજેતરમાં કોઇ સ્થળો પર નિમણુંકો કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ત્યારે ફરી એક વખત જીડીએના ચેરમેન અને ડાયરેક્ટરો બનવા માટે ભાજપમાં લોબીંગનો સળવળાટ પણ શરૂ થઇ ગયો છે. જીડીએના આસિસ્ટન્ટ સેક્રેટરી ભગવાનભાઇ કલ્યાણી રજા પર હોવાથી અન્ય કર્મચારીના સંપર્ક કરવા જણાવ્યું હતું. જ્યારે મનોજ ટીકવાણીએ આ બાબતે કોઇ જાણકારી ન હોવાનું જણાવ્યું હતું.
ચેમ્બર સહિતની સંસ્થાઓને સ્થાન આપવું જોઇએ
સૂત્રોના દાવા મુજબ સંકુલનો વિકાસ જેટ ગતિએ થઇ રહ્યો છે ત્યારે જુદા જુદા ક્ષેત્રના આગેવાનોને પણ જીડીએના સત્તા મંડળમાં સ્થાન મળે તો જુદા જુદા ક્ષેત્રનાની સમસ્યા આગેવાનોના અનુભવનો લાભ મળી શકે. તે માટે ચેમ્બરમાંથી હોદ્દાની રૂએ કોઇ એકને સ્થાન આપવું જોઇએ. તેમજ એસઆરસી સહિતની સંસ્થાઓમાંથી પણ સભ્ય લેવા જોઇએ. વળી, જે રીતે કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટર, જિલ્લા આરોગ્ય અધિકારીનો સમાવેશ કરાયો છે તે ધોરણે વીજ કંપની સહિતની અન્ય સરકારી સંસ્થાઓમાંથી પણ ડાયરેક્ટર નીમી શકાય. આ બધાના સંકલન થકી વિકાસ યાત્રા આગળ ચલાવી શકાય તેમ છે. પરંતુ તે માટે હજુ દિલ્હી ઘણું દૂર જણાઇ રહ્યું છે.
વિકાસના માત્ર દાવાઓ જ થાય છે
શહેર કોંગ્રેસ પ્રમુખ સંજય ગાંધીએ જણાવ્યું હતું કે, વિકાસના માત્ર દાવાઓ જ કરવામાં આવે છે. હકીકતે ગ્રાઉન્ડ લેવલ પર સમસ્યાઓ વધી રહી છે. સુવિધાઓ ઘટી રહી છે. વિકાસની વાતો કરીને સત્તાપક્ષ માત્ર લોકોને ભોળવી રહ્યો છે.
કયા વિસ્તારોનો સમાવેશ થાય છે?
જીડીએના વિસ્તારનું કુલ ક્ષેત્રફળ 170 ચોરસ માઇલ એટલે કે 108800 એકર છે. જેમાં ગાંધીધામ, આદિપુર શહેરી વિસ્તાર ઉપરાંત ગળપાદર, અંતરજાળ, કિડાણા, ભારાપર, તુણા, રામપર, ચંદ્રાપર, મીઠીરોહર, ચુડવા, વરસામેડી, મેઘપર બોરીચી, મેઘપર કુંભારડી, અંજાર, શિણાય, માથક, સંઘડ અને દેવરીયાના રેવન્યુ વિસ્તારના સંપૂર્ણ કે અંશત: સર્વે નંબરોનો સમાવેશ થાય છે. અમેરીકન ટાઉન પ્લાનર દ્વારા માસ્ટર પ્લાન પણ બનાવાયો છે અને ઝોનીંગ કરીને વિકાસની ગતિ મંદ ન પડે તે માટે આયોજનો પણ કરાયા છે.
દરેક ગામના વિકાસલક્ષી માપદંડને બ્રેક
સેપ્ટ યુનિવર્સિટી દ્વારા તૈયાર કરવામાં આવેલા પ્લાન મુજબ વિઝન 2050 મુજબ જીડીએ હદનો સંપૂર્ણ માસ્ટર પ્લાન તૈયાર કરાયો હતો. શહેર તથા આસપાસના ગામડાઓના બાકી રહેલા ડિટેલ લે-આઉટ પ્લાનની સાથે રસ્તાના પ્લાનનું પણ આયોજન કરાયું છે. ટ્રાફિકની સમસ્યા સહિતના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને રિંગરોડની વ્યવસ્થા પણ મુકવામાં આવી છે. પ્રાથમિક સુવિધાઓ નળ, ગટર સહિતની સુવિધાઓ સારી રીતે લોકોને ઉપલબ્ધ થાય તે માટેનું આયોજન પણ કરાયું છે. પરંતુ હાલ તો વિકાસ થંભી જાય તેવી સ્થિતિ પણ ઉભી થઇ છે.
ઝોનીંગ વ્યવસ્થા પર એક નજર
રહેણાંક ઝોન: શિણાય, અંતરજાળ, માથક, સંઘડ, મેઘપર કુંભારડી, કિડાણા, મેઘપર બોરીચી, ગળપાદર, વરસામેડી,
હેવી ઇન્ડસ્ટ્રીયલ ઝોન: વરસામેડી, કિડાણા, ભારાપર, રામપર, તુણા
લાઇટ ઇન્ડસ્ટ્રીયલ ઝોન: મેઘપર બોરીચી, ગળપાદર, મીઠીરોહર, ચુડવા
ગ્રીન બેલ્ટ બફર ઝોન: શિણાય ડેમની આસપાસનો વિસ્તાર તથા ચંદ્રાપર, અંજાર, દેવરીયાના કેટલાક સર્વે નંબરો.
અગાઉ શું સુવિધાઓ અપાઇ હતી?
જાણકાર વર્તૂળોના જણાવ્યા મુજબ સરકારની મંજુરીથી જીયુડીસી મારફતે નગરપાલિકાને 34 લાખના 75 કન્ટેનર, 70 વ્હીલબરો, 1045 બકેટ ફોર વ્હીલબરો અંદાજે 27 લાખના ચેસીસ માઉન્ટેન કમ્બાઇન સેકશન કમ જેટીંગ મશીન આપવામાં આવ્યા હતા. આંતર માળખાકીય સુવિધાઓ વિકસાવવા દોઢ કરોડ રસ્તા તથા એલઇડી પાવર સેવલ લાઇટ માટે ફાળવણી કરાઇ હતી. ગાંધીધામ શહેરને અડીને આવેલ મેઘપર બોરીચીની મુખ્ય ગટર લાઇન માટે 50 લાખ ફાળવવાનું નક્કી થયું હતું. જીડીએના પૂર્વ ચેરમેન મધુકાંત શાહે જણાવ્યું હતું કે, 2050 મુજબ સમગ્ર સંકુલનું સુનિયોજીત અને અદ્યતન વિકાસ થાય તે માટેની નેમ લક્ષી આયોજનો કરવામાં આવ્યા છે.
અન્ય સમાચારો પણ છે...

Related Keywords

Malta , Kalyani , Karnataka , India , United States , Delhi , Gandhidham , Gujarat , Banjar , American , Mahadev Mehta , Sanjay Gandhi , District Health , Kutch District , Chairman Shah , State Government , Assistant Secretary Kalyani , Development Travel , Congress President Sanjay Gandhi , American Town , Master Plan , Heavy Industrial , Light Industrial , மால்டா , கல்யாணி , கர்நாடகா , இந்தியா , ஒன்றுபட்டது மாநிலங்களில் , டெல்ஹி , காந்திதம் , குஜராத் , அஞ்சர் , அமெரிக்கன் , சஞ்சய் காந்தி , மாவட்டம் ஆரோக்கியம் , கட்ச் மாவட்டம் , தலைவர் ஷா , நிலை அரசு , அமெரிக்கன் நகரம் , குரு திட்டம் , கனமான தொழில்துறை , ஒளி தொழில்துறை ,

© 2024 Vimarsana

comparemela.com © 2020. All Rights Reserved.