comparemela.com

Card image cap


Share
ગુજરાતમાં હાહાકાર મચાવી ચૂકેલા કોરોનાની ત્રીજી લહેરને લઈ પ્રશાસન દ્વારા આરોગ્યલક્ષી સુવિધામાં વધારો કરવા કવાયત શરૂ કરી દેવાઈ છે. જેના ભાગરૂપે સુરતની નવી સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક સહિતના 10 ડોક્ટરોને વડોદરા ખાતે સ્પેશિયલ ટ્રેનિંગ માટે મોકલાયા છે.
કોરોનાની પ્રથમ અને બીજી લહેરની તુલનામાં ત્રીજી લહેર વધુ ઘાતક હોવાની દહેશત નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરાઈ છે. જેને પગલે પ્રશાસન દ્વારા આગમચેતીના તમામ પગલાં લેવાઈ રહ્યા છે. પુખ્તોની સાથે બાળકો માટે પણ અલાયદા વોર્ડ અને વેન્ટિલેટર સહિતની વધારાની વ્યવસ્થા કરાઈ રહી છે. દરમિયાન વડોદરા ખાતે દક્ષિણ ગુજરાતની મેડિકલ કોલેજોના ડોક્ટરો માટે બીજી અને ત્રીજી તારીખે કોરોનાની ત્રીજી લહેરને લઈ સ્પેશિયલ ટ્રેનિંગનું આયોજન કરાયું હતું. જેમાં સુરત સિવિલ સંલગ્ન મેડિકલ કોલેજના ઇન્ચાર્જ સુપરિન્ટેન્ડેન્ટ અને ગાયનેક વિભાગના વડા ડો. રાગિણી વર્મા, મેડિસિન વિભાગના ડો. અશ્વિન વસાવા, પીડિયાટ્રિક, એનેસ્થેસિયા, ગાયનેક, ફિઝિયોથેરાપી વિભાગના 10 ડોક્ટરોને મોકલાયા હતા.
એડિશનલ સુપરિન્ટેન્ડેન્ટ ડો. ધારીત્રી પરમારે જણાવ્યું હતું કે, કોરોનાની ત્રીજી લહેરને લઈ સિવિલના ડોક્ટરો સ્પેશિયલ ટ્રેનિંગ લઈ પરત ફર્યા બાદ આ ટ્રેનિંગ અહીંના બીજા તબીબોને આપશે. વડોદરા ખાતે તબીબોની ટીમને દર્દીની સારવાર સંબંધિત ગાઈડલાઈન, રેકોર્ડ મેન્ટેન કરવા, પોસ્ટ કોવિડ ટ્રીટમેન્ટ, સર્વેલન્સની કામગીરી સહિતના અલગ અલગ મુદ્દાઓ પર ટ્રેનિંગ આપવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને
પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન
Photo Gallery

Related Keywords

Surat , Gujarat , India , Vadodara , Ragini Varma , , Surat New Civil Hospital Medical Superintendent , South Gujarat Medical , Special Planning , Surat Civil , Medical College , சூரத் , குஜராத் , இந்தியா , வதோதரா , ராகினி வர்மா , சிறப்பு திட்டமிடல் , சூரத் சிவில் , மருத்துவ கல்லூரி ,

© 2024 Vimarsana

comparemela.com © 2020. All Rights Reserved.