comparemela.com


Congress's Mission 2022 UP By Relying On Muslims Congress Will Make Inroads In Muslim Homes Through Children Studying In Madrasas
કોંગ્રેસનું મિશન-UP મુસ્લિમોના ભરોસે:મદરેસાઓમાં ભણતા બાળકો દ્વારા મુસ્લિમ ઘરોમાં ઘુસણખોરી કરશે કોંગ્રેસ, 2 લાખ મદરેસાઓનું લિસ્ટ બનાવ્યું; 5 પોઈન્ટ્સમાં બ્લૂ પ્રિન્ટ તૈયાર
10 કલાક પહેલા
કૉપી લિંક
નવી પદ્ધતિથી મુસ્લિમોને કોંગ્રેસ સાથે જોડવાની કવાયત શરૂ
ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે થનારી વિધાનસભા ચૂંટણી વિશે કોંગ્રેસે દરેક પ્રકારની તૈયારી શરૂ કરી દીધી છે. અલગ-અલગ જાતી અને ધર્મના લોકોને સાંકળવા માટે કોંગ્રેસે અલગ-અલગ પ્લાનિંગ કર્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે મુસ્લિમ સમાજમાં ઘુસવા માટે કોંગ્રેસે મદરેસાઓમાં ભણતાં બાળકોની મદદ લેવાનો નિર્ણય કર્યો છે. તે માટે રાજ્યના 2 લાખ મદરેસાઓનું લિસ્ટ પણ તૈયાર કરવું પડ્યું છે.
મદરેસાઓની મદદ કેમ લેવી પડી?
ઉત્તર પ્રદેશ અલ્પસંખ્યક કોંગ્રેસના અધ્યક્ષ શહનવાઝ આલમનું કહેવું છે કે, પાર્ટીમાં મુસ્લિમોની ઉપેક્ષાના કારણે 1990 પછીથી અલ્પસંખ્યકોના વોટ ઘટીને સપા અને બસપા તરફ જવા લાગ્યા છે. પરંતુ આ પાર્ટીઓમાં પણ મુસ્લિમોને મહત્વ મળ્યું નહીં. યુપીમાં પણ કોંગ્રેસ પાસે કોઈ મજબૂત નેતૃત્વ નથી. તેના કારણે મુસ્લિમ વોટર્સ ભાજપના વિરોધમાં સપા અને બસપા સાથે જવા મજબૂર થયા અને તેનો ફાયદો આ બંને પાર્ટીઓએ લીધો હતો. પરંતુ હવે યુપી કોંગ્રેસને પ્રિયંકા ગાંધી તરીકે એક સારી લીડરશીપ મળી છે. તેથી નવી પદ્ધતિથી મુસ્લિમોને કોંગ્રેસ સાથે જોડવાની કવાયત શરૂ કરવામાં આવી છે.
5 પોઈન્ટ્સમાં બ્લૂ પ્રિન્ટ તૈયાર
1. મુસ્લિમ વોટર્સને પાર્ટી સાથે જોડવા અભિયાન મદરેસા શરૂ કરવામાં આવશે.
2. ગામડાઓથી લઈને શહેરો સુધી સોસાયટીઓમાં ચાલતા 2 લાખ મદરેસાનું લિસ્ટ બનાવાયુ.
3. પાર્ટી કાર્યકર્તાઓ આ મદરેસામાં જઈને ઉલેમાઓ સાથે બેઠક કરશે અને મદરેસાના વિદ્યાર્થીઓને કોંગ્રેસની નીતિ અને ચૂંટણી એજન્ડાઓની માહિતી આપશે.
4. મદરેસાઓના વિદ્યાર્થીઓની મદદથી તેમના ઘર સુધી પહોંચશે.
5. કોરોનાકાળમાં જે મુસ્લિમોને તકલીફો થઈ છે તેમની મદદ કરશે.
સપા સામે અભિયાન શરૂ
શહનવાઝે જણાવ્યું છે કે, અલ્પસંખ્યકોને જોડવા માટે એક સ્પિકઅપ માઈનોરિટી કેમ્પેઈન શરૂ કરવામાં આવ્યું છે. ફેસબુક લાઈવ દ્વારા ચલાવવામાં આવતા આ કેમ્પેઈનમાં જણાવવામાં આવ્યું છે કે, સમાજવાદી પાર્ટી આંતરિક રીતે બીજેપી સાથે સંકળાયેલી છે. તેમણે જણાવ્યું છે કે, રવિવારે થનારા આ કેમ્પેઈનમાં અમે મુલાયમ સિંહ યાદવે સંસદમાં આપેલું નિવેદન પણ જણાવીએ છીએ. મુલાયમ સિંહે સંસદમાં કહ્યું હતું કે, નરેન્દ્ર મોદીએ જ બીજી વખત વડાપ્રધાન બનવું જોઈએ. આ જોઈને સ્પષ્ટ લાગે છે કે, સપા અને બીજેપીમાં બેક ડોરમાં કોઈને કોઈ સમજૂતી થઈ છે.
વોટ શેરની ફોર્મ્યૂલા પણ તૈયાર
2017 વિધાનસભા ચૂંટણીમાં 47 ટકા અને લોકસભામાં 20 ટકા યાદવ વોટ સપા સાથે હતા. હવે વધેલા વોટર્સને કોંગ્રેસ સાથે જોડવામાં આવશે.
28થી 30 ટકા વોટ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવશે. કોંગ્રેસના સર્વેથી ખ્યાલ આવ્યો કે વધુ 30 ટકા વોટ મળવાથી સરકાર બની જશે.
20 ટકા મુસ્લિમ વોટર્સને એકજૂથ થઈને કોંગ્રેસ સાથે આવવાનું કહેવામાં આવશે.
બીજેપીથી નારાજ બ્રાહ્મણ, બિન યાદવ OBC અને દલિતોને જોડવામાં આવશે.
મુસ્લિમ OBC પર સૌથી વધારે ફોક્સ
શહનવાઝના જણાવ્યા પ્રમાણે, જૂથમાં 8-10 ટકા યાદવ છે. જ્યારે મુસ્લિમ ઓબીસીની સંખ્યા તેના કરતાં ઘણી વધારે છે. તેમાં ખાસ કરીને અંસારિયોની સંખ્યા વધારે છે. ગોરખપુરમાં અંદાજે ચાર લાખ, મઉમાં અંદાજે સાડા ત્રણ લાખ, બનારસમાં ચાર લાખ, મુબારકપુરના આઝમગઢમાં અંદાજે બે લાખ, આંબેડકરમાં અંદાજે ચાર લાખ અંસારી છે.
કુલ મુસ્લિમ ઓબીસી નજીક 60 ટકા જનસંખ્યા અંસારીઓની છે. તેમને જણાવવામાં આવ્યું છે કે, આઝાદીની લડાઈથી લઈને અત્યાર સુધી તેમની ભૂમિકા કેટલી મહત્વની રહી છે.
શહનવાઝનું કહેવું છે કે, માત્ર અંસારીઓની સરખામણી કરવામાં આવે તો કોઈ પણ જિલ્લામાં ચાર લાખ યાદવ વોટર્સ નહીં મળે. તેમ છતાં સપા તે જ મુસ્લિમ વોટર્સની મદદથી જીત મેળવી રહી છે. અંસારીઓ પછી ઓબીસી મુસ્લિમોની વધુ એક મોટી વસતી કુરેશીઓને પણ મજબૂતીથી જોડવાનું અભિયાન ચાલી રહ્યું છે. આ દરમિયાન જ મોમિન કોન્ફરન્સ આંદોલન સાથે જોડાયેલા અબ્દુલ કય્યુમ અંસારી જે વણકરોના મોટા નેતા રહ્યા છે તેમના જન્મદિવસે આ વખતે કોંગ્રેસે ઘણાં કાર્યક્રમોનું આયોજન પણ કર્યું હતું.
અન્ય સમાચારો પણ છે...
એપ ખોલો

Related Keywords

Gorakhpur ,Uttar Pradesh ,India ,Abdul Ansari ,Lok Sabha ,Yadave Dalits ,Congress Muslims Reliance ,Lion Yadav Parliament ,Campaign Start ,Singh Parliament ,Muslims Congress ,Uttar Pradesh Congress ,Congress Pc Gandhi ,North Region ,Uttar Pradesh Congress Chairman ,Blue Print ,Madrasa Start ,Facebook Live ,Prime Minister Being ,Black Yadav ,கொரக்புர் ,உத்தர் பிரதேஷ் ,இந்தியா ,அப்துல் அன்சாரி ,லோக் சபா ,பிரச்சாரம் தொடங்கு ,சிங் பாராளுமன்றம் ,உத்தர் பிரதேஷ் காங்கிரஸ் ,வடக்கு பகுதி ,நீலம் பிரிண்ட் ,முகநூல் வாழ ,

© 2024 Vimarsana

comparemela.com © 2020. All Rights Reserved.