comparemela.com


22,159 Pakistani Refugee Families In Jammu And Kashmir And Only 174 Will Get Compensation!
ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:જમ્મુ-કાશ્મીરમાં 22,159 પાકિસ્તાની શરણાર્થી પરિવાર અને વળતર માત્ર 174ને જ મળશે!
જમ્મુ5 કલાક પહેલાલેખક: મોહિત કંધારી
કૉપી લિંક
જમ્મુમાં ઝિરી નજીક ચક જાફર ગામમાં શરણાર્થીઓની એક સભા.
નાગરિક તો બન્યાં પણ પાકિસ્તાનથી આવેલા શરણાર્થીઓનું જીવન કેટલું બદલાયું?
દિશા-નિર્દેશોના અભાવે સરકારી કર્મીઓ શરણાર્થીઓની ફાઈલ પાસ કરવામાં અવરોધ બને છે
જમ્મુ-કાશ્મીરમાં હાલના દિવસોમાં 5 ઓગસ્ટે એક મોટી ઉજવણી કરવાની તૈયારીઓ ચાલી રહી છે. આ ઉજવણી પશ્ચિમ પાકિસ્તાનના શરણાર્થીઓ જે હવે ભારતીય નાગરિક છે તે કરશે. કેમ કે આ દિવસે બે વર્ષ પહેલા ખીણથી કલમ 370 હટવા પર તેમને નાગરિકતા મળી હતી. અગાઉ જૂન 2018માં તત્કાલીન ગૃહમંત્રીએ દરેક શરણાર્થી પરીવારને 5.5 લાખ રૂપિયાના વળતરની રકમ આપવાનો વાયદો કર્યો હતો પણ 3 વર્ષ વીતી જવા છતાં ડિવિઝનલ કમિશનરે જમ્મુ જિલ્લામાં રહેતા ફક્ત 174 પરિવારોને જ આ રકમ આપવાની ભલામણ કરી છે.
વાંધાવાળી 163 ફાઇલો પાછી આપી
ભાસ્કરને પ્રાપ્ત સત્તાવાર રેકોર્ડ અનુસાર 23 જુલાઈ 2021ના રોજ 5457 પરિવારોની ફાઈલોમાંથી ફક્ત 459 જ ડિવિઝનલ કમિશનરની ઓફિસે પહોંચી છે. તેમાંથી ફક્ત 174 પરિવારોને જ વળતર આપવાની ભલામણ કરાઈ છે. બાકી વાંધાવાળી 163 ફાઈલો સંબંધિત અધિકારીઓને પાછી આપી દેવાઈ છે. 86 ફાઈલો કમિટી દ્વારા વેરિફાઈ કરાઈ રહી છે અને 36 ફાઈલોમાં વાંધા મળ્યા છે જેને ફરી સંબંધિત અધિકારીઓને મોકલી દેવાની છે.
રેકોર્ડ અનુસાર 22 હજારથી વધુ શરણાર્થીઓ
આ વિલંબને કારણે પાકિસ્તાની રેફ્યૂજી એક્શન કમિટીના અધ્યક્ષ લાભા રામ ગાંધી કહે છે કે અમે 70 વર્ષના સંઘર્ષ બાદ નાગરિકતાનો અધિકાર જરૂર મેળવ્યો પણ કેન્દ્ર દ્વારા જાહેરાત વળતર પેકેજ હજુ લાગુ થયું નથી. અત્યાર સુધી ફક્ત 200થી વધુ પરિવારોને વળતરને યોગ્ય મનાયા છે. સરકારનો દાવો છે કે ફક્ત 5764 પરિવારોએ જ રજિસ્ટ્રેશન કરાવ્યું છે પણ અમારા રેકોર્ડ અનુસાર જમ્મુ-કાશ્મીરમાં એવા પરિવારોની સંખ્યા 22159 છે.
સરકાર પાસે સત્તાવાર ડેટા નથી
અચરજની વાત એ છે કે સરકાર પાસે કોઈ સત્તાવાર ડેટા નથી. તે કહે છે કે રાજ્યોએ હંમેશા પશ્ચિમ પાકિસ્તાનના શરણાર્થી પરિવારોની સાચી સંખ્યાને લઈને કેન્દ્ર સરકારને ગેરમાર્ગે દોરી છે. તે કહે છે કે ડોમિસાઈલ સર્ટિ મળી જવા છતાં અમને લાડલી દીકરી, શિષ્યવૃત્તિ અને હાઉસિંગ યોજના જેવી સરકારી યોજનાઓનો લાભ લેવા માટે સંઘર્ષ કરવું પડે છે. તે દાવો કરે છે કે સરકારી દિશા-નિર્દેશોના અભાવમાં સરકારી કર્મચારી તેમની ફાઈલો પાસ કરવામાં અવરોધ પેદા કરે છે. અમુક શરણાર્થી પરિવારોને જમીન ફાળવાઈ હતી. તેના પર તેમણે પોતાના ઘર બનાવ્યા પણ જ્યારે તે સંપત્તિના રજિસ્ટ્રેશન માટે મહેસૂલ અધિકારીઓને મળ્યાં તો તેમને દસ્તાવેજો રજૂ કરવા કહેવાયું.
સરકારનો લાભ લોકો સુધી પહોંચ્યો જ નથી
એક અન્ય કાર્યકર અને પશ્ચિમ પાકિસ્તાન રેફ્યૂજી એક્શન કમિટીના પદાધિકારી રતન લાલ કહે છે કે જ્યારે જુદા જુદા ગામના ગરીબ લોકો વેરિફિકેશન માટે મહેસૂલ અધિકારીઓનો સંપર્ક સાધે છે તો તેમને થોડા સમય પછી આવવા કહી દેવાય છે. રતન લાલ કહે છે કે કલમ 370 અને 35 એ રદ કરાયા બાદ શરણાર્થીઓને નાગરિકતાનો અધિકાર આપવાની લંબિત માગને કેન્દ્ર સરકારે પૂરી તો કરી પણ ખરેખર લાભ તેમના સુધી પહોંચ્યો જ નથી. અમારા માટે જમ્મુ-કાશ્મીરમાં સરકારી નોકરી મળવી અને મતદાનનો અધિકાર આજે પણ કાગળીયા પર જ છે. ગત બે વર્ષમાં અમે સરકારી તંત્રથી કોઈપણ પ્રકારનો લાભ મેળવવામાં નિષ્ફળ રહ્યાં છીએ.
અન્ય સમાચારો પણ છે...

Related Keywords

Pakistan ,Jammu ,Jammu And Kashmir ,India ,Kashmir ,Pakistani ,Ram Gandhi , ,Bhaskar Ground Report ,File Pass ,West Pakistan ,Commissioner Office ,Committee Chairman Ram Gandhi ,பாக்கிஸ்தான் ,ஜம்மு ,ஜம்மு மற்றும் காஷ்மீர் ,இந்தியா ,காஷ்மீர் ,பாக்கிஸ்தானி ,ரேம் காந்தி ,மேற்கு பாக்கிஸ்தான் ,ஆணையர் அலுவலகம் ,

© 2024 Vimarsana

comparemela.com © 2020. All Rights Reserved.